Evening News at 7.00 PM | Date 22-01-18
22-01-2018 | 8:24 pm
Share Now 1. ચાલુ વર્ષે પાણીની કમીને કારણે સરકારે લોકોને પાણી સમજી વિચારને વાપરવા કહ્યું- પાણીનો અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકતા મુખ્ય સચિવ જે.એન.સિંહ.
2. પદમાવત ફિલ્મ ના વિરોધના પગલે વાહનવ્યવહારમાં મુશ્કેલી ઉભી થતા લોકોને પડેલી હાલાકીઓ - વિરોધ કરનારાઓ સામે કડક પગલા લેવાશે- સુરક્ષાના ભાગ રૂપે સિનેમાગૃહોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત- સુરતમાં 23 વ્યક્તિઓની કરાયેલી ધરપકડ.
3. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વામિનારાયણ સંપ્રદાય ના , સેવાના કાર્યોને બિરદાવ્યા- મંદિરોમાંથી સ્વચ્છતાની પ્રેરણા લેવા જણાવ્યું.
4. મહારાજા સયાજીરાવની ફરજિયાત શિક્ષણ નીતિને અનુકરણીય પગલું ગણાવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ - એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આપ્યું દીક્ષાંત પ્રવચન -.
5. મહેસાણા જિલ્લા માં, 69 માં ,રાજ્ય કક્ષા ના ,પ્રજાસત્તાક પર્વ ની થનારી ઉજવણી ના ભાગ રૂપે ચાલી રહેલી ,તડામાર તૈયારીઓ- રાજ્યપાલ, અને મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં યોજાશે, અનેક કાર્યક્રમો.
6. વિધાન સભા ના ,વિરોધ પક્ષ ના નેતા ,પરેશ ધાનાણી એ ,પદભાર સંભાળ્યો- કોંગ્રેસ સકારાત્મક વિરોધ પક્ષ ની, ભૂમિકા નિભાવશે- કોંગ્રેસ ના ,નવા ચૂંટાયેલા ,41 ધારા સભ્યો ને ,સંસદીય પ્રણાલી ની ,તાલીમ આપવા માં આવશે.
7. વસંત ના આગમન ની ,છડી પોકારતા પર્વ ,વસંત પંચમી ની ,હર્ષોલ્લાસ સાથે ,ગુજરાત સહિત, સમગ્ર દેશ માં ,થઈ રહેલી ઉજવણી- દાહોદ માં ,વસંત પંચમી નિમિત્તે યોજાયેલ ,સમૂહ લગ્ન મહોત્સવ.
8.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જણાવ્યું છે, કે, ન્યાયપાલિકા ના નિર્ણયો થી ,રાજકીય પક્ષો એ , દૂર રહેવું જોઈએ ,અને તેનું રાજકારણ ,ન કરવું જોઈએ-વિશ્વ ફલક માં ,ભારત ની શાન વધી છે ,તેમજ વિશ્વના દેશો નું વલણ ,ભારત માટે ,બદલાઈ રહ્યું છે.
9. 2008 માં ગુજરાતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આંતકવાદી અબ્દુલ સુભાનની દિલ્હી પોલીસે કરેલી ધરપકડ- આગામી સમયમાં વધુ પૂરછપરછ માટે ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવામાં આવશે