Evening News at 7.00 PM | Date 23-01-18
23-01-2018 | 8:45 pm
Share Now 1. દેવોસના મંચ પરથી વેલ્થ અને વેલનેસ, સમૃધ્ધિ સાથે શાંતિ અને ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના સાથે વિશ્વને ભારત આવવા આમંત્રણ આપતા પ્રધાનમંત્રી- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તન અને આતંકવાદને માનવ સમાજના જટિલ પડકારો ગણાવ્યા..
2. આગામી 17 ફેબ્રુઆરીએ 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને બે જિલ્લા પંચાયતોની યોજાનારી ચૂંટણી- 19 લાખ 76 હજાર મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ.
3. ગુજરાત વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આજે શપથિધિ યોજાઈ- કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોકટર નીમાબહેન આચાર્યએ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા.
4. ચીન,જાપાન અને ઈઝરાયેલ બાદ ,હવે કેનેડા ના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો પણ ,ગાંધીનગર ,અને અમદાવાદ ના મહેમાન બનશે- કેનેડા ના પ્રધાનમંત્રી ,આગામી મહિને, છ દિવસ ની ,ભારત યાત્રાએ આવશે- 17 થી 23 ફેબ્રુઆરી સુધી, આતંકવાદ, ઉર્જા, વ્યાપાર ,જેવા વિવિધ મુદ્દા પર થશે ,દ્વિપક્ષીય મંત્રણાઓ.
5. સર્વોચ્ચ અદાલતે ,પદમાવત ફિલ્મ બાબતે ,મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોએ કરેલી અપીલ ને ,ફગાવી- પદમાવત ફિલ્મ રજૂ કરવાનો માર્ગ મોકળો- રાજ્યમાં, કાયદો ,અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ,તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવતા ,નાયબ મુખ્યમંત્રી ,નીતિનભાઈ પટેલ.
6. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ,આનંદીબેન પટેલે ,આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે, શપથ ગ્રહણ કર્યા- ભોપાલ માં ,મધ્યપ્રદેશ ના ,વડી અદાલતના ન્યાયમૂર્તિ ,હમંત ગુપ્તાએ ,લેવડાવ્યા શપથ.
7. વડોદરામાં દિવ્યાંગ બાળકોનો યોજાયેલો ફેશન શો- દિવ્યાંગ બાળકોએ રેમ્પવોક કરીને લોકોને અંચબિત કર્યા