FONT SIZE
RESET
24-01-2018 | 8:32 pm
1. પદમાવત ફિલ્મ ગુજરાતમાં નહીં થાય રીલીઝ - સુરક્ષાના કારણોસર મલ્ટીપલેકસ એસોસિયેશન દ્વારા લેવાયો નિર્ણય- નક્કર સમાધાન સિવાય , મલ્ટીપ્લેક્સ થિયેટરમાં , ફિલ્મ દર્શાવવાનો ઇન્કાર.
2. રાજય સરકારે પણ પદમાવત ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ થઇ હોવાની કરી વાત - રાજપૂત સમાજ સાથે થયેલી બેઠક બાદ , નહીં થાય ગુજરાત બંધ - સમાજની લાગણી તથા કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે સરકારે લીધો નિર્ણય.
3. અમદાવાદમાં ગઇકાલે શાંતિ ડહોળતા બનાવો બાદ , આર.એ.એફ. તૈનાત - અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી હિમાલયા મોલ સુધી તથા વિવિધ સ્થળોએ, રેપીડ એકશન ફોર્સ દ્વારા ફલેગ માર્ચ કરી , શાંતિ અને સલામતી જાળવવા કરાઇ અપીલ.
4. રાજયસ્તરની પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે મહેસાણા બન્યું સજ્જ - 10 વર્ષ બાદ મહેસાણામાં થનાર ઉજવણીની , કેબિનેટમાં કરાઇ સમિક્ષા- લોકોને ઉત્સવ સાથે જોડવા વિશેષ સ્પર્ધાઓનું થયું આયોજન.
5. પ્રધાનમંત્રીએ નવી દિલ્હી ખાતે 18 બાળકોને વીરતા પુરસ્કારથી કર્યા સન્માનિત - મરણોપરાંત વીરતા પુરસ્કાર મેળવનાર 3 બાળકોના પરિવાર જનોને પાઠવ્યા અભિનંદન - ગુજરાતની એક બાળકી પણ , વિરતા પુરસ્કારથી સન્માનિત.
6. આસિયાન સંમેલનમાં ભાગ લેવા સભ્ય દેશોના નેતાઓનું દિલ્હીમાં આગમન - સમિટ અગાઉ આજે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે , નવી દિલ્હી ખાતે ભારત આસિયાન મૈત્રી પાર્કનું કર્યું લોકાર્પણ