1.ખંભાતમાં એક સાથે સિત્તેર હજારથી વધુ લાભાર્થીઓને સાધનસહાયનું વિતરણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી-મુખ્યમંત્રીએ કહ્યું, છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે તે રાજ્ય સરકારનો છે મંત્ર.ખંભાતના બંદરને પુનઃજીવિત કરવા ખંભાતમાં કરાશે GIDCની સ્થાપના 2.43 ટકા સ્ટાર્ટઅપ હિસ્સા સાથે દેશમાં સ્ટાર્ટઅપ હબ બન્યું ગુજરાત-2014થી 2019 વચ્ચે સરેરાશ 12થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટઅપમાં થઈ વૃદ્ધિ-વર્ષ 2016થી અત્યાર સુધી 140 કરોડની સહાય સ્ટાર્ટઅપ અંતર્ગત અપાઈ-ચાર હજારથી વધુ લોકોને મળી રોજગારીની તક. 3.મહિસાગર જિલ્લાના કોઠંબામાં ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. સાડા પાંચ દાયકા સુધી શાસન કરનારી કૉંગ્રેસે બાબાસાહેબની ઉપેક્ષા કરવાનો લગાવ્યો આરોપ 4. ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 10 જાન્યુઆરીથી.પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવાના કેન્દ્રના નિર્ણયને અપાશે સમર્થન.SC અને ST નાં જનપ્રતિનિધિત્વનું આરક્ષણ 10 વરસ વધારવાનો બંધારણીય સુધારો પણ કરાશે પસાર 5.2019ના વર્ષમાં અમદાવાદમાં થયો ગુનાખોરીમાં ઘટાડો.અમદાવાદ શહેરનો અપરાધ દર 1.4, સમગ્ર દેશના સરેરાશ અપરાધ દર 1.7 કરતાં ઓછો.અમદાવાદ પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ આપી માહિતી. 6.પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, અને મોરબી જિલ્લામાં મેડિકલ કૉલેજો શરૂ કરવા રાજ્ય સરકારની જાહેરાતથી પાંચેય જિલ્લાના લોકોમાં આનંદની લાગણી-5 કૉલેજો માટે ,રાજ્ય સરકાર વિનામૂલ્યે ફાળવશે જમીન-તો વર્તમાન હૉસ્પિટલોનું કરાશે અપગ્રેડેશન. 7.કર્ણાટકના બે દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના મઠની મુલાકાત.સ્વામીજીની સ્મૃતિમાં રચાયેલા સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો.સંબોધનમાં નાગરિકત્વ સુધારા અધિનિયમ મુદ્દે વિપક્ષો પર પ્રહાર. 8.PM કિસાનનો ત્રીજો હપ્તો પ્રધાનમંત્રીએ કર્યો જાહેર-લગભગ 6 કરોડ લાભાર્થીઓને મળશે મદદ-પ્રગતિશીલ ખેડૂતોને કરાયા કૃષિ કર્મણ પુરસ્કારથી સન્માનિત.ઉપરાંત ડીઆરડીઓની પાંચ યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓનું પણ કર્યું ઉદ્ઘાટન.