Evening News Live @ 7.00 PM | 02-07-2019 | જુઓ ગુજરાત બજેટ વિશે
02-07-2019 | 7:50 pm
Share Now 1-આજે વિધાનસભામાં -નાણામંત્રી નીતિન પટેલ દ્વારા 7મી વખત વર્ષ2019-20નું વચગાળાનું અંદાજપત્રથયુ રજૂ-રાજ્યની સુખાકારી માટે કરાઈ 2 લાખ 4 હજાર 815 કરોડના બજેટની ફાળવણી-કૃષિ, રોજગાર, પર્યાવરણ અને રાજ્યની પાણીની સ્થિતિ ને લઈ અનેક મોટી જોગવાઈ
2-વર્ષ 2022 સુધી ઘરે ઘર પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ-નલ સે જલ યોજના અંતર્ગત-4500 કરોડની કરાઈ જોગવાઈ- અષાઢી બીજથી નર્મદા ડેમના દરવાજા ખોલાશે
3-જ્યારે -શિક્ષણના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકારની 30.045 કરોડની જોગવાઈ-454 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓમાં નવા 5 હજાર જેટલા વર્ગો થશે શરૂ-જ્યારે નવી વહાલી દિકર યોજના પાછળ સરકારની 133 કરોડની જોગવાઈ
4-કૃષિ, ખેડૂત, કલ્યાણ વિભાગ માટે બજેટમાં 7111 કરોડની જોગવાઈ-ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓની થશે ભરતી-ખેડૂતના વ્યાજ સહાય માટે 953 કરોડની જોગવાઈ-જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 10800 કરોડની જોગવાઈ
5-આગામી 3 વર્ષમાં નવા 60 હજાર કર્મચારીઓની કરાશે ભરતી-મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના સહિત 15 લાખ યુવાનો મેળવશે વિવિધ યોજનાનો લાભ-મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીએને થશે લાભ
6-.અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ - મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ - વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાઈ ભગવાનની નેત્રોત્સવ વિધિ - રાજ્યપાલ ઓ.પી કોહલીએ નિજ મંદિરમાં કરી ભગવાનની પૂજા અર્ચના
7-.ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતની બે દિવસની મુલાકાતે - જગન્નનાથ મંદિરમાં ભગવાનની મંગળા આરતીમાં લેશે ભાગ - ઈન્કમટેક્સ ઓવરબ્રિજ સહિત વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ- સાથે ભાજપ કાર્યકરોનાં અભિવાદન સમારોહમાં પણ આપશે હાજરી.
8-.મુંબઈમાં ધોધમાર વરસાદનો કહેર - મલાડમાં દિવાલ ધરાશાયી થતાં 18 લોકોના મોત - પૂણેમાં 6 અને કલ્યાણમાં 3 લોકોના મોતના સમાચાર - મુશળધાર વરસાદે તોડ્યો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ - રેલ અને હવાઈ સેવા ખોરવાઈ - સ્કૂલ અને શૈક્ષિણક સંસ્થાઓ આજે બંધ.