Evening News Live @ 7.00 PM | 10-03-2019 | #LokSabhaElections2019
10-03-2019 | 8:22 pm
Share Now 1. લોકશાહીનાં સૌથી મોટા પર્વની તારીખો જાહેર - 17મી લોકસભા માટે ચૂંટણી યોજાશે સાત તબક્કામાં - 11મી એપ્રિલે પ્રથમ તબક્કો, તો અંતિમ તબક્કો 19મી મેના રોજ - 23મી મે ના દિવસે થશે મતગણતરી.
2. ગુજરાતની 26 બેઠકો પર મતદાન થશે એક જ તબક્કામાં - 23મી એપ્રિલે ત્રીજા ચરણમાં યોજાશે મતદાન - કોંગ્રેસ અને ભાજપ સહિત રાજકીય પક્ષો વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ.
3. લોકસભાની ચૂંટણી સાથે જ થશે આંધ્ર, અરૂણાચલ, સિક્કિમ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણી - 34 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે સમાંતર - સુરક્ષાના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં નહીં યોજાય વિધાનસભા ચૂંટણી.
4. લોકશાહીનાં આ મહાપર્વમાં 10 લાખ પોલિંગ બૂથ પર 90 કરોડ મતદાતાઓ નક્કી કરશે ભારતીય રાજનીતિની દિશા - દોઢ કરોડ જેટલાં મતદારો 18 થી 19 વર્ષની વયના.
5. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય મંત્રીમંડળમાં નવનિયુક્ત મંત્રીઓને ફાળવ્યા વિભાગો - જવાહરભાઈ ચાવડાને પ્રવાસન, મત્સ્યોદ્યોગ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ, યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણનો હવાલો સોંપાયો.
6. CISF ની સ્થાપનાના ગોલ્ડન જ્યુબીલી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું પરેડનું નિરિક્ષણ - ગાઝિયાબાદ ખાતે આયોજિત સમારંભમાં વિશિષ્ટ સેવાઓ બદલ છ અધિકારીઓ અને જવાનોનું થયું સન્માન - અમદાવાદમાં CISF અધિકારીઓએ કર્યું વૃક્ષારોપણ.
7. આજે મોહાલીમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી વન ડે ક્રિકેટ મેચ - ભારતીય યુવા ખેલાડીઓની થશે કસોટી - હાલ ભારત 2-1 થી આગળ, પરંતુ ઓસ્ટ્રેલિયાને બરોબરીની આશા.