Evening News Live @ 7.00 PM | 5-11-2019
05-11-2019 | 8:28 pm
Share Now 1..''મહા'' ચક્રવાતનું જોર ઘટ્યું - 6 નવેમ્બરની મધ્યરાત્રિએ કે 7મીની સવારે ગુજરાતનાં કાંઠે ટકરાવાની સંભાવના- માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
2.સંભવિત કુદરતી આપત્તિ મહા વાવાઝોડા માટે સરકાર ગંભીર.પૂર્વ સાવચેતીરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી - NDRF, SDRF, મેડિકલની ટીમો-દવાઓ અને મેડિકલ સ્ટાફ ખડે પગે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ ભારતમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિની કરી સમીક્ષા.
3.આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું સાકાર.ગુજરાત સરકારના ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયક- ગુજસીટોકને મળી રાષ્ટ્રપતિની મંજૂરી-ગુના માટે કડક સજાની જોગવાઈ-ગુનાખોરી ડામવા પોલીસ અધિકારીઓને મળશે વધુ સત્તા.
4.ભારતે ક્ષેત્રીયવ્યાપક આર્થિક ભાગીદારીમાં સામેલ નહીં થવાનો લીધો નિર્ણય- બેંગકોકમાં RCEPની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કરારમાં નથી જોવા મળતી મૂળ સિદ્ધાંતોની ઝલક-કરારના પરિણામ નથી ઉચિત અને સંતુલિત.
5.ભારતના RCEPમાં સામેલ નહીં થવાના નિર્ણયનું ગૃહમંત્રી અમિત શાહે કર્યું સ્વાગત-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મજબૂત નેતૃત્વ બતાવે છે આ નિર્ણય- હવે ભારત પહેલાની કોંગ્રેસ સરકારની માફક વૈશ્વિક દબાણની સામે નહીં ઝૂકે.
6.મહારાષ્ટ્રમાં સરકાર અંગે મડાગાંઠ હજુ યથાવત્- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, રાજ્યમાં ટૂંક જ સમયમાં બનશે નવી સરકાર-શિવસેનાએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત-NCP પ્રમુખ શરદ પવારે દિલ્લીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
7.ઋતુની જેમ ભારતીય શૅરબજારોમાં પણ બદલાયો પ્રવાહ.બપોર સુધી તેજી, બપોર પછી મંદી.દિવસ દરમિયાન સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા પછી ધબડકો.આઈટી, ફાર્મા અને ફાઇનાન્શિયલ ક્ષેત્રના શૅરોમાં વેચવાલી સર્જાઈ.
8.7 નવેમ્બરે રમાનાર આંતરરાષ્ટ્રીય ટી-20 માટે ભારત-બાંગ્લાદેશની ટીમ રાજકોટમાં.બાંગ્લાદેશની ટીમે કરી નેટ પ્રૅક્ટિસ.ભારતના ખેલાડીઓ પણ આજે પોતાનાં કૌશલ્યની કાઢશે ધાર.