Evening News Live @ 7.00 PM | Date: 08-10-2019
Live TV
Evening News Live @ 7.00 PM | Date: 08-10-2019
08-10-2019 | 7:01 pm
1.દિલ્હીના દ્વારકા સ્થિત શ્રી રામલીલા સોસાયટીના દશેરા સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત - પ્રધાનમંત્રીએ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીને તિલક કરી કર્યા વંદન - પ્રધાનમંત્રીએ સંબોધન કરતા કહ્યું - તહેવારો સામાજિક જીવનમાં પ્રાણ તત્વ સમાન - આંતરિક આસુરી શક્તિઓ પર વિજય મેળવવાની જરૂરિયાત
2.87 મા સ્થાપના દિવસે ભારતીય વાયુ સેનાની મારક ક્ષમતા માં થયો વધારો -ફ્રાંસે સરંક્ષણ મંત્રી રાજનાથસિંહને રાફેલ વિમાન સોંપ્યું - મેં 2020 સુધીમાં ભારત આવશે રાફેલ - સંરક્ષણ મંત્રીએ કહ્યું - ભારતીય વાયુસેના માટે આ ઐતિહાસિક અવસર
3.આજે ,ભારતીય વાયુ સેના મનાવી રહી છે પોતાનો 87 મો સ્થાપના દિવસ-એરફોર્સ ના જાબાંઝોએ હિન્ડન એરબેઝ પર બતાવ્યા દિલધકડ હવાઈ કરતબ - શોમાં પહેલીવાર લડાકુ હેલિકોપ્ટર અપાચે અને ચિનૂકનું પણ પ્રદર્શન - રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ ,પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ એરફોર્સના કર્મચારીઓને આપી શુભેચ્છા - વાયુસેના પ્રમુખ આર.કે.એસ ભદોરિયા કહ્યુ, સ્વદેશીકરણને પ્રાધાન્ય આપવાની છે જરૂરિયાત
4.RSSના સર સંઘચાલક મોહન ભાગવતે ,અનુચ્છેદ 370 ને સમાપ્ત કરવાના સરકાર ના નિર્ણય ની કરી ,પ્રશંસા-કહ્યુ, રાષ્ટ્ર હિત માં ,જનતા ની ઈચ્છાઓ, અને આકાંક્ષાઓ ને પુરા કરવાનું છે ,સરકાર માં છે સાહસ - તો સામાજિક હિંસા ને, કેટલાક લોકો ,મોબ લિંચિંગ બતાવી ને ,દેશ ની છબી ને કરી રહ્યા છે ખરાબ-સર સંઘચાલકે નાગપુર માં કરી શસ્ત્ર પૂજા
5.2019 માટે ભૌતિકનો નોબેલ પુરસ્કાર માટે સ્વિઝરલેન્ડના મિશેલ મેયર, દિદિઅર ક્વોલોજ અને કેનેડિયન અમેરિકન ભૌતિકવિદ જેમ્સ પીબલ્સની થઇ પસંદગી - મિશેલ મેયર અને દિદિઅર ક્વેલોજને સંયુક્ત રૂપથી સૌર મંડળની બહાર એક ગ્રહની શોધ માટે - જયારે, જેમ્સ પીબલ્સને બહ્માંડ વિજ્ઞાનમાં સૈદ્ધાતિંક શોધ માટે થઇ પસંદગી - 10 ડિસેમ્બરના રોજ અપાશે પુરસ્કાર
6. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજકોટ ખાતે રૂપિયા 229.75 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ -તો, બ્રિજ અને આવાસ યોજનાનું કર્યું ખાતમુહૂર્ત - તો, રાજકોટ સ્થિત પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત બાળ સંગમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત -મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શસ્ત્ર પૂજા કરી પાઠવી દશેરાની શુભેચ્છા
7.ભારતીય રેલવેના 166 વર્ષના ઈતિહાસમાં દોડશે સૌ પ્રથમ પ્રાઈવેટ ટ્રેન-અત્યાધુનિક સુવિધાથી સજ્જ તેજસ એક્સપ્રેસ અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી -અમદાવાદ - મુંબઈ વચ્ચે નવેમ્બરથી દોડશે તેજસ - ટ્રેનમાં વિમાનની માફક હશે વિશેષ સુવિધાઓ
8.આજે વિજયદશમીની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ,ઉત્સાહક પૂર્વક ઉજવણી - અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન આ પર્વ પર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશ વાસીઓને પાઠવી શુભેચ્છા-રાજ્યમાં ફાફડા જલેબીની જ્યાફત માણવા માટે ઉમટ્યા સ્વાદ રસિકો-તો લોકોએ કર્યું શસ્ત્ર પૂજન