Evening News Live @ 7.00 PM | Date: 14-11-2019
14-11-2019 | 6:43 pm
Share Now 1..લર્નિંગ લાયસન્સ કઢાવવું બન્યુ સરળ-હવેથી 36 આર.ટી.ઓ કચેરીને સ્થાને રાજ્યની 221 આઈટીઆઈ અને 29 પોલીટેકનિક ખાતેથી કઢાવી શકાશે લર્નિંગ લાયસન્સ-સેન્ટરમાં વધારો થતા આર.ટીઓના ધક્કા ખાવાથી મળશે છૂટકારો -કામગીરી બનશે સરળ અને ઝડપી
2..વાહન વ્યવહારને ઝડપી, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય -20 નવેમ્બરથી રાજ્યના 16 ચેકપોસ્ટ કરાશે નાબૂદ-ડુપ્લીકેટ આર.સી બુક સહિતની સાત સેવાઓ થશે ઓનલાઈન -સરકારના આ નિર્ણયને બીજેપી કાર્યકર્તાઓ સહિત લોકોનો મળ્યો આવકાર
3..મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અમદાવાદ નેશનલ બુકફેર 2019નો કરાયો શુભારંભ-ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાર્ટસ તથા મલ્ટીલેવર પાર્કિંગના ખાત મુહૂર્ સહિત પાંચ નવી મોબાઈલ મેડિકલ વાનનું પણ કર્યુ લોકાર્પણ
4..રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ રાજ્યની યુનિવર્સિટિઓને નવી યુવા પેઢી ના સ્ટાર્ટઅપ, ઈનોવેશન અને સંશોધન દ્વારા ગ્લોબલ વોર્મિંગને લગતી સમસ્યાઓને ઉકેલ લાવવા કરી હાંકલ-રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટિના કુલપતિશ્રીઓ સાથે ગુજરાત યુનિ. ખાતે યોજી બેઠક
5..દરિયાઈ પ્રવાસનને ઉત્તેજન આપવા માટે મુંબઈથી દીવ સુધી 'જલેશ કુ્ઝ' સેવાનો થયો પ્રારંભ-પ્રથમ પ્રવાસી ક્રુઝ પહોંચ્યુ દીવ-પ્રવાસીઓમાં ઉત્સાહની લાગણી
6..ગુજરાતમાં સૌ પ્રથમ પેપરલેસ ડિજીટલ પરીક્ષાઓ શરૂ કરવામાં આણંદની ચારુસેટ યુનિ અગ્રેસર-ડિજીટલ પરીક્ષાથી પેપરની થશે બચત-સાથે જ પર્યાવરણની જાળવણી સહિત શિક્ષણની ગુણવત્તામાં આવશે સુધારો
7..સુપ્રિમ કોર્ટે રફાલ વિમાનની ખરીદી સાથે જોડાયેલી પુનઃવિચાર અરજી ફગાવી-કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની બિનશરતી માફી રાખી મંજૂર-સાથે ભવિષ્યમાં તકેદારી રાખવાની પણ આપી સુચના-રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ રફાલ પર સરકારનો નિર્ણય સાચો સાબિત થયો-દેશને ગુમરાહ કરવા કોંગ્રેસ માંગે માફી
8..શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેનો કેસ સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચને સોંપ્યો- મસ્જિદ અને અગિયારીમાં મહિલાઓના પ્રવેશ અંગેનો કેસ પણ કોર્ટે લાર્જર બેન્ચને કર્યો ટ્રાન્સફર...
9..બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ઊતામરાચી પેલેસ-બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ પ્રધાનમંત્રીનું કર્યુ સ્વાગત-બ્રાઝીલની રાજધાની બ્રાસીલિયામાં 11માં બ્રિક્સ શિખર સંમેલનનું થઈ રહ્યુ છે આયોજન