1.ભાદરવો પૂર્ણ થવાને આરે છતાં રાજ્યભરમાં અષાઢી અંબર-ગીર સોમનાથના તલાલામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ-અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિવિધ સ્થાનોએ છૂટોછવાયો વરસાદ 2-ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગીરસોમનાથના હિરણ-02 ડેમમાં 3 દરવાજા ખોલાયા-આસપાસના 11 ગામોને કરાયા એલર્ટ-જ્યારે કડાણા અને ઉકાઇ સહિતના ડેમ છલકાયા. 3.ગાંધીનગર ખાતે મુખ્યમત્રી ના હસ્તે અતિ આધુનિક જનસેવા કેન્દ્રનું લોકાર્પણ- સબ રજીસ્ટ્રાર કચેરી, પોષણસેવા, તેમજ ઓપન હાઉસ જેવી વિવિઘ સુવિધાઓ નાગરિકોને મળશે એકજ સ્થળે 4.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ ગુજરાત બે મોહનની ભૂમિ-એક સુદર્શન ચક્રધારી અને બીજા ચરખાધારી-ગાંધીના સંસ્મરણોને જીવંત રાખવા દાંડી સ્મારક, ગાંધી મ્યુઝ્યમ, કસ્તુરબા સ્મારક જેવા વિવિધ પ્રકલ્પોનું કરાયુ નિર્માણચાલુ વર્ષે ગાંધી ક્વિઝ કોલેજ અને યુનિવર્સિટીઓમાં ગાંધી જીવન વિષયક રિસર્ચ દ્વારા ગાંધી વિચારને પહોંચાડાશે જન-જન સુધી 5.સાબરકાંઠાની ઈડર કોર્ટ દ્વારા એક સાથે નવ વ્યક્તિઓને આજીવન કેદની સજા-જમીન મામલે બે પરિવાર વચ્ચે ઘાતક હથિયારોથી હુમલામાં એક વ્યક્તિનું થયું હતું મોત -અન્ય ત્રણ સામે આગામી સમયમાં થશે સુનાવણી 6.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1.46 કરોડના દોઢ કિલોના ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ-મુંબઈથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં ડ્રગ્સ આવવાની મળી હતી બાતમી-રાજકોટ ઓસોજી પોલીસ દ્વારા દોઢ લાખના સાડા 3 કિલોના ગાંજા સહિત બે વિદ્યાર્થીઓની કરાઈ ધરપકડ 7.બનાસકાંઠાના થરાદ તાલુકાના એક પ્રગતિશીલખેડૂતે પોતાના હુનરની કરાવી પ્રતિતિ-ખેતીમાં સરળતા માટે બનાવ્યુ મીની ટ્રેક્ટર-અડધી કિંમતમાં તૈયાર થયેલ આ ટ્રક્ટરને જોઈ અન્ય ખેડૂતોને મળી પ્રેરણા 8.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની સાત દિવસની સફળ યાત્રા બાદ સ્વદેશ થયા રવાના - કહ્યુ સફળયાત્રા બાદ ભારતની વિકાસગાથાને મળશે વધુ વેગ-રાઇટ ટુ રિપ્લાય અંતર્ગત યુએનમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ભાષણ પર પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ 9.આવતીકાલથી માતાજીની આરાધનાનો પર્વ પ્રારંભ-વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ ગરબે ઘુમવા તૈયાર-તાપીના ખેલૈયાઓએ સામાજીક સંદેશો પહોંચાવવા માટે શરીર પર એક ભારત શ્રેષ્ઠ ભારત, આર્ટિકલ 370, સે નો ટુ પ્લાસ્ટિક જેવા અવનવા ટેટુ ચિતરાવ્યા