Gujarat Budget 2020-21 | શ્રમિક અને મધ્યમ વર્ગ માટે બમ્પર રાહતો | મહિલા સશક્તિકરણ માટે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાની જાહેરાત
Live TV
Gujarat Budget 2020-21 | શ્રમિક અને મધ્યમ વર્ગ માટે બમ્પર રાહતો | મહિલા સશક્તિકરણ માટે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાની જાહેરાત
27-02-2020 | 9:38 am
બજેટમાં નાણાંમંત્રી નીતિન પટેલે સમાજના દરેક વર્ગને ખુશ કરવા માટે બજેટમાં યોજનાઓ અને સહાયનો ધોધ વહાવ્યો હતો...મહિલા, શ્રમિક વર્ગ તેમજ મધ્યમ વર્ગને ખુશ કરવા માટે રાજ્ય સરકારે યોજનાઓની લ્હાણી કરી હતી....
ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટ 2020-21માં અનેક પ્રજાલક્ષી નવી જાહેરાતો કરાઈ...નાણામંત્રી નીતિન પટેલે બજેટ 2020-21માં શ્રમિકોનું રાખ્યું વિશેષ ધ્યાન...સિટી બસમાં મુસાફરી ખર્ચમાં સહાયથી લઇને મહિલા બાંધકામ શ્રમિકોને પ્રસૂતિ સહાય સુધીની કરાઈ જાહેરાત...
બાંધકામ શ્રમિકોને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ બેન્કમાંથી લીધેલી લોન ઉપર પાંચ વર્ષ સુધી પ્રતિ વર્ષ 20 હજાર રૂપિયાની અપાશે વ્યાજ સહાય...મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય પેટે 27,500 અપાશે...આ માટે છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ એમ કુલ ચાર માસ સુધી મહિને 5 હજારની સહાય અપાશે...
બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે વધુ 16 આરોગ્ય રથની સુવિધા પૂરી પાડવા 25 કરોડની કરાઈ જોગવાઈ...બાંધકામ શ્રમિકોને યુ-વીન કાર્ડ ધારકોને પણ શ્રમિક અન્નપૂર્ણ યોજનાનો પણ અપાશે લાભ... બાંધકામ શ્રમિકોને કામના સ્થળેથી સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય અપાશે. આ માટે 50 કરોડની કરાઈ જોગવાઈ.. આ સાથે શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે 56 કરોડની કરાઈ જોગવાઈ...
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ, મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી 1 લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા સીધે સીધું બેન્કોને અપાશે...આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ 193 કરોડની કરાઈ જોગવાઈ...
મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા માટે અપાશે સહાય...જેના માટે 7 કરોડની કરાઈ જોગવાઈ...
રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂપિયા 750ને બદલે રૂપિયા 1000ની સહાય ચૂકવવાની કરી જાહેરાત...જ્યારે 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની ચૂકવાશે સહાય...રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરાશે...
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે તે માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 11 હજાર નવી ભરતી કરાશે...જ્યારે 4,528 જેટલા હોમગાર્ડ્સની પણ કરાશે ભરતી...
અનુસૂચિત જાતિ તથા વિચરતી જાતિની સંસ્થાઓને 25 યુગલની મર્યાદામાં યુગલદીઠ રૂ.2000 તથા યુગલોને રૂપિયા 10 હજારની સહાયને વધારી સંસ્થાઓને યુગલદીઠ રૂપિયા 3000 તથા યુગલોને રૂપિયા 12,000ની સહાય અપાશે...જે માટે કુલ રૂપિયા 9 કરોડની કરાઈ જોગવાઇ...
બજેટમાં મહિલા બાળ વિકાસ માટે 3150 કરોડની જોગવાઈ કરાઈ...આ ઉપરાંત અન્ન અને નાગરિક પુરવઠા માટે 1271 કરોડની જોગવાઈ..મધ્યમવર્ગના લોકોને રાહતદરે અપાશે તુવેરદાળ...માનવ કલ્યાણ યોજના અંતર્ગત નાના અને નબળા વર્ગ માટે રૂપિયા 48 કરોડની ફાળવણી....
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11243 કરોડની જોગવાઈ
- સયાજી હોસ્પિટલ, વડોદરામાં 600 બેડની નવી ચાઈલ્ડ હોસ્પિટલ
- સગર્ભા માતા અને 2 વર્ષ સુધીના બાળકને પોષણ માટે 2000 કરોડ
- મા-અમૃતમ, મા-વાત્સલ્ય, આયુષ્યમાન યોજના માટે 1555 કરોડ
- નવસારી, રાજપીપળા, પોરબંદરની 3 નવી મેડિકલ કોલેજ માટે 125 કરોડ
મહિલા-બાળ વિકાસ માટે 3150 કરોડની જોગવાઈ
- 53,029 આંગણવાડીમાં સ્માર્ટ ફોન-ગ્રોથ ડિવાઈસ માટે 55 કરોડ
- શહેરોમાં આંગણવાડી વધારવા 35 કરોડ, ‘વ્હાલી દીકરી’ માટે 50 કરોડ
- 5 લાખ વિધવા બહેનોની સહાય રકમ વધારી માસિક રૂ. 1000 કરાઈ
- આંગણવાડી-પ્રા. શાળાના વિદ્યાર્થીઓને ફ્લેવર્ડ દૂધ માટે 342 કરોડ
સામાજિક ન્યાય, અધિકારિતા માટે 4321 કરોડની જોગવાઈ
- એસસી/વિચરતી જાતિના વિદ્યાર્થીઓને સહાય
- શિષ્યવૃત્તિ-રૂ. 750, મહિને ભોજનબિલ રૂ. 1500
- બૂટ-મોજા- રૂ. 400, ગણવેશ- રૂ. 600, કન્યાને મફત સાઈકલ
- સાત ફેરા યોજના- સંસ્થાને રૂ. 3000, યુગલને રૂ. 12,000
વૃદ્ધો-દિવ્યાંગોને અપાતી સહાય
- 75 વર્ષથી મોટા વૃદ્ધને માસિક રૂ. 1000ની પેન્શન સહાય
- માનસિક દિવ્યાંગોને માસિક રૂ. 1000ની સહાય
- કુટુંબની મુખ્ય વ્યક્તિના આકસ્મિક મોતમાં રૂ. 20,000 સહાય
પાણી પુરવઠા માટે રૂ. 4317 કરોડની જોગવાઈ
- 17 લાખ ઘરોમાં પીવાના પાણીની યોજના માટે 724 કરોડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની બલ્ક પાઇપલાઇન માટે રૂ. 500 કરોડ
- રિયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર યોજનામાં શહેરો માટે રૂ.100 કરોડ
- ગાંધીનગરમાં 24 કલાક પાણી વિતરણ માટે રૂ.240 કરોડ
આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.2675 કરોડની જોગવાઈ
- આશ્રમ-એકલવ્ય શાળામાટે રૂ.374 કરોડ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રૂ.379 કરોડ
- આશ્રમશાળામાં છાત્રની ગ્રાન્ટ રૂ. 2160, એસટી વિધાર્થીને ફૂડ બિલ માટે રૂ. ૩૦ કરોડ
- સરકારી-ગ્રાન્ડેડ સ્કૂલના વિદ્યાર્થીના રહેવા-જમવા માટે રૂ. 103 કરોડની જોગવાઈ
- બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ. 20 કરોડની જોગવાઈ
પંચાયત અને ગ્રામવિકાસ માટે રૂ. 9091 કરોડની જોગવાઈ
- માદરે વતન યોજના- NRI જેટલું જ દાન રાજ્ય સરકાર આપશે
- મહિલા ઉત્કર્ષ જૂથને 1 લાખ સુધી ધિરાણનું વ્યાજ સરકાર ચૂકવશે
- ગ્રામ સ્વનિર્ભર યોજના હેઠળ મહિલા જૂથોને ઘંટી ખરીદવા સહાય
- ગ્રામ પંચાયતોને કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે ગ્રાન્ટ બેવડાઈ
શ્રમિક કલ્યાણ અને રોજગાર માટે રૂ. 1461 કરોડની જોગવાઈ
- કડિયાનાકાના શ્રમિકોને સિટી બસમાં મુસાફરી ખર્ચમાં સહાય અપાશે
- 1 લાખ એપ્રેન્ટિસની ભરતી માટે રૂ. 92 કરોડ, 70 હજાર યુવાનને કૌશલ્ય તાલીમ
- શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં રૂ. 10માં ભોજનનો યુ-વીન કાર્ડધારકોને પણ લાભ
- મહિલા શ્રમિકોને પ્રસુતિ સહાય પેટે બે બાળકો સુધી રૂ. 27,500ની સહાય
માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 10,200 કરોડની જોગવાઈ
- સાત વર્ષ કે વધુ સમયથી રિકાર્પેટ ન થયેલા રસ્તાનું રિસરફેસિંગ
- જૂના પૂલોના રિપેરિંગ અને પુનઃબાંધકામ માટે રૂ. 80 કરોડ
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. 2500 કરોડ
- વારંવાર અકસ્માતવાળા રોડના સેફ્ટી ઓડિટ માટે રૂ. 26 કરોડ