Gujarat Cabinet | Delta Plus variant | Rain | Vaccine | Mid Day News | 23-06-2021
Live TV
Gujarat Cabinet | Delta Plus variant | Rain | Vaccine | Mid Day News | 23-06-2021
23-06-2021 | 1:02 pm
1...મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રેરિત સુજલામ-સુફળલામ જળ અભિયાનનો ચોથો તબક્કો સફળતાપૂર્વક સંપન્ન..... કોરોનાકાળમાં 15 હજાર 210થી વધુ કામો થયા પૂર્ણ.....19 હજાર 717 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી... રાજ્યના 33 જિલ્લાઓમાં 21,402 તળાવો કરાયા ઉંડા...અભિયાન દરમિયાન 26.46 લાખ માનવદિન રોજગારી થયું નિર્માણ
2...ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળી કેબિનેટની બેઠક.... સંભવિત ત્રીજી લહેર સામેના એક્શન પ્લાન, તેમજ ડેલ્ટા પ્લસ વાયરસ અંગે સાવચેતીના પગલા પર કરાઇ ચર્ચા.. નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી અંગે કરાઇ વિસ્તારથી સમીક્ષા....
3... રાજ્યમાં સતત ઘટતા કોરોનાના સંક્રમણથી રાહત....મંગળવારે નવા 135 કેસ સામે 612 દર્દી થયા સાજા...રિકવરી રેટ વધીને 98.15 ટકાએ પહોંચ્યો...મંગળવારે 4 લાખ 53 હજારથી વધુ લોકોને અપાઇ વેક્સીન.....
4...દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 50 હજાર 848 કેસ...જ્યારે 68 હજારથી વધુ દર્દી થયા સાજા.... રિકવરી રેટ વધીને 96.56 ટકાએ પહોંચ્યો... ગઇકાલે 54 લાખથી વધુને અપાઇ વેક્સીન....વેક્સીનેશનનો કુલ આંક પહોંચ્યો 29 કરોડ 46 લાખને પાર..
5...કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને ભારત માટે ગણાવ્યો ચિંતાજનક....અલગ-અલગ રાજ્યોને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવાની સલાહ...ડેલ્ટા પ્લસ વેરિઅન્ટવાળા વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશન વધરાવા મૂકાયો ભાર...
6...રાજ્યના 58 તાલુકામાં નોંધપાત્ર વરસાદ...10 તાલુકા સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ... સૌથી વધુ વડોદરાના ડભોઇમાં અઢી ઇંચ વરસાદ....ગાંધીનગરમાં રાહત કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ વેધર વોચ ગ્રૂપની બેઠક....હવામાન વિભાગના મતે, આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત..
7...ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 68મી પુણ્યતીથિ પર ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ....ભાજપ હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ આપતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું, તેમનું બલિદાન દેશ ક્યારેય નહીં ભૂલી શકે...
8..ઓલમ્પિક દિવસ પર વર્ષોથી ભારતનું પ્રતિનિધિત્વ કરતા એથ્લેટ્સની પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કરી પ્રશંસા....કહ્યું, તેમનું યોગદાન અને અન્યોને પ્રેરિત કરવાના પ્રયાસો પર દેશને છે ગર્વ....ટોકિયો ઓલમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને પણ આપી શુભેચ્છા..
9..સાઉધમ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇલનના પાંચમાં દિવસની મેચ પૂર્ણ થવા સુધી ભારતે બીજી ઇનિંગમાં બે વિકિટે બનાવ્યા 64 રન...ન્યૂઝલેન્ડ સામે ભારતની 32 રનની લીડ....