Gujarat Records 655 New Cases, 4 Deaths in last 24 Hours | NEWS FOCUS | 05-01-2021
Live TV
Gujarat Records 655 New Cases, 4 Deaths in last 24 Hours | NEWS FOCUS | 05-01-2021
05-01-2021 | 9:00 pm
1..કોવેક્સિનની મંજૂરી બાદ દેશમાં રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં..કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ મંજૂરી બાદ દસ દિવસમાં શરૂ થઇ શકે છે રસીકરણ..સરકારે કરવાનો છે અંતિમ નિર્ણય..રસીકરણની પ્રક્રિયા તૈયાર..કોવિન એપની લેવાશે મદદ... હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને નોંધણીની જરૂર નહીં. બીજીતરફ બ્રિટનમાં નવા વાઇરસના સ્ટ્રેઇનના પ્રકોપને કારણે યુકેના પીએમ બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ. પ્રજાસત્તાક પર્વમાં હતા વિશેષ અતિથિ
2..કોરોનાની રસી બનાવનારી કંપનીઓ સિરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેક દ્વારા રસીને લઇને જાહેર કરાયું સંયુક્ત નિવેદન. વેકસિનનું નિર્માણ, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા સરળતાથી કરવા માટે બંને કંપનીઓ કર્યો સંકલ્પ...ભારત અને દુનિયાના દેશોમાં રસી સરળતાથી પહોંચાડીને લોકોનો જીવન બચાવવાનો મુખ્ય ઉદ્દેશ
3...અરવલ્લીના પ્રવાસ દરમિયાન કોરોના રસીની ગુણવત્તા અંગે ફેલાવાઇ રહેલા ભ્રમથી દૂર રહેવા લોકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી અપીલ- રસી અત્યંત સુરક્ષિત હોવાનો પ્રજાને આપ્યો વિશ્વાસ. -વેક્સિન ટૂંક સમયમાં જ રાજ્યને મળી જશે તેવી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી આશા. તો અરવલ્લી જિલ્લાના 104 ગામોને હવે પિયત માટે મળશે, દિવસે પણ વીજળી. બાયડથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો કરાવ્યો શુભારંભ.
4...વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેઇનનો કેસ સામે આવતાં તંત્ર બન્યું સતર્ક.. નવા સ્ટ્રઇનના દર્દીને અલાયદા વોર્ડમાં સારવાર . જ્યારે રાજ્યમાં સંક્રમણમાં સતત ઘટાડાને કારણે તંત્રએ લીધો રાહતનો શ્વાસ...રાજ્યભરમાં નોંધાયા 655 નવા કેસ. 868 દર્દીઓ સાજા થયા. સૌથી વધુ અમદાવાદમાં 141 કેસ. સુરત અને વડોદરામાં 124...રાજકોટમાં 73 કેસ. રાજ્યમાં ચાર દર્દીઓના થયાં મોત
5.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોચ્ચી-મેંગલુરૂ પ્રાકૃતિક ગેસ પાઈપ લાઈનનું કર્યુ લોકાર્પણ. પ્રધાનમંત્રીએ કહ્યું ભારતની ઉર્જા જરૂરિયાતોમાં નેચરલ ગેસની ભાગીદારી 6 ટકાથી વધારીને 15 ટકા કરવાના લક્ષ્ય પર થઈ રહ્યું છે કામ... કેન્દ્ર સરકાર વન નેશન વન ગ્રિડના લક્ષ્યની તરફ વઘી રહી છે આગળ.. તો પ્રધાનમંત્રીએ કચ્છના હાઈબ્રિડ અક્ષય ઉર્જા પ્લાન્ટનો કર્યો ઉલ્લેખ..
.6-ભારતના એક અબજ ડોલરના રમકડાં ઉદ્યોગના વિકાસ માટે સરકારની સૌથી મોટી પહેલ..કેન્દ્રીય શિક્ષણ વિભાગ અને બાળ અને મહિલા કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ટોયકાથોન-2021નો પ્રારંભ..વિદ્યાર્થીઓ અને મહિલાઓનો લેવાશે સહયોગ...
7..-- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય....ગ્રાન્ટેડ માધ્યમિંક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવા માટે શિક્ષણ વિભાગનો નિર્ણય... ગ્રાન્ટેડ માધ્યમિંક અને ઉચ્ચતર માધ્યમિંક શાળામાં નવી નિમણૂંક પામનારા કોઇપણ કર્મચારીને વર્ગ કે શાળા બંધ થવાને કારણે નોકરી ગુમાવવી નહીં પડે...