Happy Raksha Bandhan 2020 | Morning News | 03-08-2020
Live TV
Happy Raksha Bandhan 2020 | Morning News | 03-08-2020
03-08-2020 | 8:50 am
1... રાજ્યમાં નથી થમી રહ્યો કોરોનાનો કેર - ગત છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 101 કેસ નોંધાયા - સૌથી વધુ સુરતમાં 237 કેસ નોંધાયા - અમદાવાદમાં 155, વડોદરામાં 96, રાજકોટમાં 94, ભાવનગરમાં 72 કેસ નોંધાયા - છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓના થયા મૃત્યુ - જ્યારે805 લોકો સ્વસ્થ થતા કરાયા ડિસ્ચાર્જ...
2... સુરતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવતા મુખ્યમંત્રી- ટુંકા ગાળામાં સુરતનો રીકવરી રેટ વધીને , 70 ટકા જેટલો થયો - રાજ્યમાં રોજ થનારા ટેસ્ટીંગની સંખ્યામાં પણ , 4 થી 5 ગણો વધારો - સુરતમાં જ 800 બેડની કોવિડ કેર હોસ્પીટલનું કરાયું લોકાર્પણ....
3.... દેશમાં કોરોનાનો રિકવરી રેટ પણ વધીને , 65.44 ટકા પર -ગત 24 કલાકમાં 51 હજારથી વધુ દર્દીઓ થયા કોરોના મુક્ત- નવા 54 હજાર 865 કેસ નોંધાયા , તો 852 લોકોના થયા મોત - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો , કોરોના ટેસ્ટ આવ્યો પોઝીટીવ -જયારે અમિતાભ બચ્ચનનો કોરોનો ટેસ્ટ નેગેટીવ આવતા , કરાયા ડિસ્ચાર્જ...
4... પ્રજાલક્ષી કાર્યો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી , આજે ઉજવી રહ્યા છે પોતાનો 65મો જન્મ દિવસ - રાજકોટમાં આયોજીત 71માં વન મહોત્સવનો , વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરાવ્યો પ્રારંભ- નાના રોજગાર વેપાર કરનારાને , સહાય ચેકનું કર્યુ વર્ચ્યુઅલ વિતરણ.- મુખ્યમંત્રી ના જન્મ દિવસ નિમિતે ઠેર ઠેર રક્તદાન કેમ્પ થકી , શુભેચ્છાનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો ....
5... પાલનપુરમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ , રૂપિયા 1200ના ખર્ચે બનાવ્યું ગેસ ડિટેક્ટર- ગેસ લીકેજ થતાં સાયરન વાગવાની સાથે , સેટ કરેલા મોબાઈલ નંબરને પણ મળશે એલર્ટ મેસેજ - 5 મહિના પહેલા એક ગેસ દુર્ઘટનાના સમાચાર વાંચ્યા પછી , વિદ્યાર્થીએ શિક્ષકની મદદથી બનાવ્યું છે , આ ડિવાઈસ...
6... ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પોતાની ફેસબુક પોસ્ટમાં , શ્રી રામના સાર્વભૌમિક સંદેશને કર્યુ રેખાંકિત - કહ્યુ ભારત જ નહિં , આશિયાન દેશો સહિત , અનેક દેશોમાં શ્રદ્ધાપૂર્વક રામ કથાનું કરાય છે મંથન-5 ઓગસ્ટના રોજ ભૂમિ-પૂજનને લઈ રંગારંગ રોશનીથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા...
7...ઈન્ડિયન પ્રિમિયર લીગની ગર્વર્નિંગ કાઉન્સિલે કરી IPLની તારીખોની જાહેરાત-19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે IPL-કોરોનાની સ્થિતિને જોતા ખેલાડીઓને બદલવાની હશે અશિમીત અનુમતિ...
8...આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન- વિવિધ પ્રકારની રાખડીઓ સાથે સોનાના ઉંચા ભાવો વચ્ચે પણ બહેનોએ ખરીદી , સોના-ચાંદીની રાખડીઓ - સુરત કોરોના કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ, એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી...