India’s Rafale fighter jets to be inducted today| 08 30 AM | MORNING NEWS
Live TV
India’s Rafale fighter jets to be inducted today| 08 30 AM | MORNING NEWS
10-09-2020 | 10:56 am
1. ભારતીય વાયુ સેનામાં આજે સામેલ થશે , ફાઈટર જેટ રાફેલ -વાયુ સેનાના 17મા સ્કોર્ડન , ગોલ્ડન એરોનો હિસ્સો હશે આ વિમાન - સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ , અને ફ્રાંસના સંરક્ષણ મંત્રી હશે કાર્યક્રમના મુખ્ય મહેમાન.
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મત્સ્ય સંપદા યોજનાનો શુભારંભ કરશે - સાથે જ ઈ ગોપાલા એપની પણ કરશે શરૂઆત - ઈ ગોપાલા એપ પશુ સ્વાસ્થ્યને મજબૂત બનાવવા અને તેમની ઉત્પાદક્તા વધારવામાં કરશે મદદ.
3. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી , સાઉદી અરબના કિંગ સાથે ટેલિફોનિક વાતચીત - બન્ને નેતાઓએ કોવિડ 19 મહામારી દરમિયાન ઉત્પન થયેલા , વૈશ્વિક પડકારોનો સામનો કરવા પર કરી ચર્ચા- G 20 સમૂહના એજન્ડાની મુખ્ય પ્રાથમિક્તા પર પણ , થયો વિચાર વિમર્શ.
4. વિદેશ મંત્રી એસ.જય શંકર આજે શાંઘાઈ સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓની પરિષદમાં લેશે ભાગ - બેઠક પહેલા એસ.જય શંકરે રશિયા, તઝાકિસ્તાન, અને કિર્ગિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે કરી , દ્વીપક્ષિય વાર્તા.
5. શિક્ષણ મંત્રાલય આજથી કરશે , બે દિવસીય ઓનલાઈન કોન્ક્લેવનું આયોજન - 21મી સદીમાં શાળાકીય શિક્ષણ હશે , કોન્ક્લેવનો મુખ્ય વિષય - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આવતીકાલે કરશે સંબોધન.
6. રાજ્યમાં કોરોનાનો કેર યથાવત - ગત ચોવીસ કલાકમાં નવા 1 હજાર 329 કેસ - 16 દર્દીનાં મૃત્યુ- સુરતમાં 266 , વડોદરામાં 126, અને રાજકોટમાં 154 કેસ - આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગોંડલ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લઈ, ડૉક્ટરો અને અધિકારીઓ સાથે કરી ચર્ચા-દેશમાં કોરોનાનો રિકવરી રેટ પહોંચ્યો , 77.77 ટકાને પાર.
7. ખેડૂતો માટે રાહતના સમાચાર - રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદશે ખેડૂતોની મગફળી - ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પૂરવઠા નિગમ , નૉડલ એજન્સી તરીકે કરશે ખરીદીની પ્રક્રિયાનું સંચાલન - રૂપિયા 5 હજાર 275 પ્રતિ ક્વિન્ટલના ભાવે કરાશે ખરીદી - વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટમાં લેવાયો , આ મહત્વપૂર્ણ નિર્ણય.
8. દૂરદર્શન ગિરનાર પર લોકપ્રિય ચર્ચા શૉ , 'આપણા મુદ્દા આપણી વાત'માં , GPSCના અધ્યક્ષ દિનેશ દાસા અને અસિત વોરાની ,, નોકરી વાંચ્છુક પરીક્ષાર્થીઓ અંગે નિખાલસ વાત - અગાઉ લેવાયેલી પરીક્ષાઓના રિવાઇઝ પરિણામ જાહેર કરાશે - મહિલા અનામત અંગે વિસંગતિ દૂર કરીને , પરિણામો જાહેર કરવાની ચાલી રહી છે પ્રક્રિયા.
9. 'આપણા મુદ્દા આપણી વાત'માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ કહ્યું, બિન સચિવાલયની પરીક્ષા , કોરોના હળવો થાય પછી 2021માં લેવાશે - ફૉર્મ ભરતા સમયની વય મર્યાદા રખાશે ધ્યાનમાં - પૂરી પારદર્શિતા સાથે લેવાય છે પરીક્ષા.