Indian Railways to run additional 40 pairs of more special trains from 12 Sep.| Morning News | 06-09-2020
06-09-2020 | 9:57 am
Share Now 1... માસ્કોમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લીધા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અચાનક પહોંચ્યા ઈરાનની રાજધાની તહેરાન-ઈરાનના સંરક્ષણ મંત્રી સાથે કરશે દ્વીપક્ષિય બેઠક-સંરક્ષણનો આ પ્રવાસ પશ્ચિમ એશિયામાં વર્તમાન સ્થિતિને જોતા રણનીતિક રીતે ઘણો જ મહત્વનો...
2... 12 સપ્ટેમ્બરથી પાટા પર દોડશે વધુ 80 સ્પેશિયલ ટ્રેન-ટિકિટ બુકિંગનો 10 સપ્ટેમ્બરથી થશે પ્રારંભ-લોકડાઉન દરમિયાન બંધ થયેલી દિલ્લી, નોઈડા, હૈદરાબાદ, અમદાવાદ અને બૈંગાલુરુ સહિત અનેક જગ્યાઓ પર મેટ્રો સેવાઓની પણ આવતીકાલથી થશે શરૂઆત
3... કેન્દ્ર સરકારે જાહેર કર્યું ઈઝ ઓપ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગ-આંધ્રપ્રદેશ પ્રથમ, ઉત્તર પ્રદેશ બીજા અને તેલંગણા ત્રીજા સ્થાને-ગુજરાત પહોંચ્યું 10મા નંબરે...
4... દેશ લડી રહ્યો છે કોરોના સામે લડાઈ-રિકવરી રેટ, 77 ટકા ને પાર - મૃત્યુ દર ઘટીને થયો 1.74 ટકા - છેલ્લા 24 કલાક માં ,દેશ માં ,68 હજાર 584 લોકો થયા સાજા- જ્યારે 11 લાખ 72 હજારથી વધુ થયા ટેસ્ટ-કેન્દ્રએ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટકને સંક્રમણની કડી તોડવા અને મૃત્યુદરને એક ટકાથી ઓછો કરવા પ્રભાવી પગલા ભરવા કહ્યું...
5... રાજ્યમાં કોરોનાનો કેર યથાવત- ગત છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 1 હજાર 3 11 કેસ-સૌથી વધુ સુરતમાં 277 કેસ - જ્યારે અમદાવાદમાં 167, વડોદરામાં 119, રાજકોટમાં 145, જૂનાગઢમાં 30, ભાવનગરમાં 52, ગાંધીનગરમાં 35 અને જામનગરમાં 111 કેસ નોંધાયા-1 હજાર 148 દર્દીઓ સાજા થતા કરાયા ડિસ્ચાર્જ- 16 દર્દીઓના થયા મૃત્યુ...
6... મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું , ગુજરાત નવી શિક્ષણ નીતિના અમલમાં લીડ લઈ સમર્થ રાજ્ય દ્વારા સમર્થ રાષ્ટ્રનું કરશે નિર્માણ-રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીએ શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 44 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ કર્યા એનાયત-મુખ્યમંત્રીએ શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કરી ગુરુજનોનો કર્યો ઋણ અદા...
7... રાજ્યના 3 શિક્ષકોએ શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવી રાજ્યનું વધાર્યુ ગૌરવ-અમદાવાદના અંધજન મંડળના પ્રક્ષાચક્ષુ બાળકોને ગણિત અને વિજ્ઞાન શીખવવા બદલ સુધાબેન જોશી, સરકારી શાળાને સ્માર્ટ સ્કૂલ માં તબદીલ કરવા બદલ સુરેન્દ્રનગરના મહિપાલ સિંહ જેતાવત અને સાબરકાંઠાના અંતરિયાળ ગામમાં શિક્ષણના ફેલાવા બદલ પ્રકાશભાઈસુથારને એવોર્ડ એનાયત...
8... યુવાનોને વ્યાપક પણે સરકારી નોકરી મળી રહે તે માટે રાજ્ય સરકારનો રોજગારલક્ષી નિર્ણય-સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર નિમણૂકપત્રો આપવા મુખ્યમંત્રીનો આદેશ-આગામી પાંચ મહિનામાં 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક...