India's reply to Imran Khan's UN speech। Vidisha Maitra exercising India's right of reply
28-09-2019 | 3:56 pm
Share Now 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની સાત દિવસની સફળ યાત્રા બાદ સ્વદેશ આવવા રવાના
- કહ્યુ સફળયાત્રા બાદ ભારતની વિકાસગાથાને મળશે વધુ વેગ-સંયુક્ત મહાસભાના 74મા સત્રને સંબોધનમાં આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગ સહિતના મુદ્દાઓ વિશે કરી વિસ્તૃત છણાવટ.
2.યુએન મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ભાષણને ઝેર ઓકનારૂ ગણાવતું ભારત. રાઇટ ટુ રિપ્લાય અંતર્ગત યુએનમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ આપ્યો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
3. યુએનમાં સંબોધન બાદ પીએમ મોદીએ બાંગ્લાદેશ,ભૂતાન અને ગ્રીસના વડાઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠક.- હાઈડ્રોપાવર સહયોગ, લોક સંપર્ક, અંતરિક્ષ , ડિજીટલ કનેક્ટીવિટી તેમજ શિક્ષણક્ષેત્ર, સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે કરી ચર્ચા વિચારણા.
4. ભારતની સ્કોર્પિઅન શ્રેણીની બીજી સબમરીન INS ખંડેરીનો નૌકાદળમાં થયો સમાવેશ.
- સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું - INS ખંડેરીના સમાવેશથી ભારતીય નૌકાદળની તાકાત અને કાર્યક્ષમતામાં થશે વધારો.
5. જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પ્રતિબંધ નહિં-કાશ્મીરના તમામ 105 પોલીસ સ્ટેશનને દિવસ દરમિયાન લાગેલા પ્રતિબંધમાંથી કરાયા મુક્ત
6.ગાંધીનગર ખાતે મુખ્યમત્રી ના હસ્તે અતિ આધુનિક જનસેવા કેન્દ્રનું લોકાર્પણ- સબ રજીસ્ટ્રાર કચેરી, પોષણસેવા, તેમજ ઓપન હાઉસ જેવી વિવિઘ સુવિધાઓ એકજ સ્થળે નાગરિકોને મળશે તમામ સુવિધાઓ.
7.સમગ્ર રાજ્યમાં અવિરત મેઘ મહેર.33 જિલ્લાના 215 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો.
- રાજ્યનો સરેરાશ વરસાદ 132 ટકા. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવકના પગલે નર્મદા ડેમની સપાટી 138.28 મીટરે જ્યારેકડાણા અને ઉકાઇ સહિતના ડેમ છલકાયા