Jal Sanchay | કડાણા ડેમ છલકાતાં મહિસાગર જિલ્લાના ખેડૂતોની પાણીની સમસ્યાનો અંત
Live TV
Jal Sanchay | કડાણા ડેમ છલકાતાં મહિસાગર જિલ્લાના ખેડૂતોની પાણીની સમસ્યાનો અંત
29-09-2019 | 6:48 pm
સમગ્ર ગુજરાતમાં આ વખતે ખૂબ જ સારો વરસાદ થયો છે ત્યારે મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ના ઉપરવાસમાં આવેલ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ થતાં મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં સારી પાણીની આવક થતા સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે ત્યારે કડાણા ડેમના પાણી નો લાભ થતો હોય તેવા નવ જિલ્લા માટે આવનાર સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં રહે અને આ જીલ્લોઓ માટે કડાણા ડેમ આશીર્વાદ સમાન સાબિત થશે જેથી ખેડૂતોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે મહીસાગર ઉપરાંત ખેડા આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આમ નવ જિલ્લાના જીવાદોરી સમાન એવા આ કડાણા ડેમમાં આ ચોમાસામાં સારા વરસાદથી પાણીની ખૂબ જ આવક થતાં કડાણા ડેમ સંપૂર્ણ પાણીથી ભરાઈ ગયો છે. છેલ્લા બે વર્ષમાં એટલે કે 2017 અને 18 માં ઓછો વરસાદ થતાં ડેમ માંડ ભરાયો હતો અને આ બે વર્ષ દરમિયાન ઉનાળામાં ભારે પાણીની અછત હોવા છતાંય સિંચાઈ માટે પાણીની આપી શકાયું ન હતું અને માત્ર પીવા માટે પાણી વપરાશમાં લઇ શકાયું હતું ત્યારે કહી શકાય કે આ વખતે ડેમ સંપૂર્ણ ભરાતા આ તમામ જિલ્લાવાસીઓ માટે મોટી રાહતના સમાચાર છે અને આગામી સમયમાં આ જિલ્લાઓને સિંચાઈ અને પીવામાટે પૂરતું પાણી મળી રહેશે જેના લીધે ખેડૂતો દરેક સીઝનમાં ખેતી કરી સારો પાક મેળવી સમૃદ્ધ બની શકશે. હાલ કડાણા ડેમની જળસપાટી 417.3 ફૂટ ની આજુ બાજુ રાખવામાં આવી રહી છે ડેમ ની ભયજનક સપાટી 419.00 ફૂટ છે ત્યારે ડેમમાં 41000 લાખ ઘનફૂટ જેટલું પાણી સંગ્રહાઈ ચૂક્યું છે અને ડેમ 97ટકાથી વધારે ભરાઈ ચુક્યો છે હજુ વરસાદની સંભાવના અને ઉપરવાસમાંથી આવક થઈ રહી છે ત્યારે રુલ લેવલ જાળવવા માટે ડેમને હાલ 100 ટકા ભરવામાં આવ્યો નથી પરંતુ પાણીની આવક ખૂબ જ સારી હોવાથી પાણી છોડવાનું બંધ કરવામાં આવે તો તરત જ ડેમમાં પાણી તેની ભયજનક સપાટીએ પહોંચી જાય તેમ છે મહિસાગર જિલ્લામાં આવેલા ડેમની વાત કરીએ તો આ ડેમ ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ, ઉકાઈ ડેમ પછી નો ગુજરાતનો ત્રીજા નંબરનો સૌથી મોટો ડેમ છે આ કડાણા જળાશયના કેચમેન્ટ એરિયાની વાત કરીએ તો 25,520 વર્ગ કિલોમીટર એટલે કે નવ લાખ 75 હજાર એકર જમીનમાં ફેલાયેલો છે અને આ ડેમની મહત્તમ સપાટીએ એટલે કે ભયજનક સપાટી 419 ફૂટ છે ડેમમાં પાણીની સંગ્રહશક્તિની વાત કરીએ તો કડાણા ડેમમાં કુલ 44,119 દસ લાખ ઘનફૂટ પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાય છે અને 930 મીટર લાંબો ડેમ છે જેમાં મુખ્ય 27 ગેટ આવેલ છે જેમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવે છે. બીજી બાજુ કડાણા હાઇડ્રો પ્રોજેક્ટ પણ આ ડેમમાં આવેલ હોવાથી વીજળીનું ઉત્પાદન પણ થાય છે પાવર હાઉસમાં 60 મેગા વોટના ચાર હાઇડ્રો યુનિટ દ્વારા કુલ 240 મેગાવોટ એટલે કે કરોડો રૂપિયાની વીજળી પણ ઉત્પન્ન થઇ રહી છે