Largest Vaccine Drive | ISSF World Cup | Rain | Samachar @ 11 AM | 25-06-2021
25-06-2021 | 11:05 am
Share Now 1....પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે યોજી બેઠક...કહ્યું, લોકતંત્રના પાયાને મજબૂત કરવા તમામે એકજુટ થઇને કરવું પડશે કામ...વિધાનસભાની ચૂંટણી અંગે માગ્યો તમામનો સાથ સહકાર...તમામ વર્ગ અને વિસ્તારના પ્રતિનિધિત્વ માટે સિમાંકનની પ્રક્રિયાને ઝડપથી પૂરી કરવા પર મૂક્યો ભાર...તમામ પક્ષના નેતાઓએ દર્શાવી સહમતિ..
2...રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વિશેષ ટ્રેન મારફતે દિલ્હીથી કાનપુર અને લખનઉ માટે થશે રવાના....3 દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ....15 વર્ષ બાદ કોઇ રાષ્ટ્રપતિની પહેલી ટ્રેન યાત્રા...2006માં એ.પી.જે અબ્દુલ કલામે કરી હતી ચદીગઢ અને દહેરાદુનની યાત્રા...
3...કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે CBSEના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા... પરીક્ષાઓના મૂલ્યાંક સાથે જોડાયેલી ચિંતાઓ અને પ્રશ્નો અંગે કરશે સંવાદ... ટ્વિટર અને ફેસબૂકના માધ્યમથી વિદ્યાર્થીઓ પૂછી શકશે સવાલો....
4...વિદેશ મંત્રી એસ.જયશંકર આજે યૂનાન અને ઇટલીના પ્રવાસે માટે થશે રવાના...યૂનાનમાં મંત્રીકક્ષાની બેઠકમાં લેશે ભાગ...તો, ઇટલીમાં આયોજિત જી-ટ્વેન્ટીની મંત્રીકક્ષાની બેઠકમાં થશે સામેલ....
5...દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત્..સક્રિય કેસની સંખ્યા ઘટીને પહોંચી 6.12 લાખ પર...ગુરૂવારે 51 હજાર 667 નવા કેસની સામે 64 હજાર 527 લોકો થયા સાજા.....ગઇકાલે 60 લાખ 73 હજારને અપાઇ રસી..રસીકરણનો કુલઆંક પહોંચ્યો 30 કરોડ 79 લાખને પાર...
5.. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં થઇ રહ્યો છે ઘટાડો... ગુરૂવારે 24 કલાકમાં નોંધાયા 129 કેસ....જ્યારે 507 દર્દીઓ થયા સ્વસ્થ... 2 દર્દીના મૃત્યુ... રિકવરી રેટ પહોંચ્યો 98.24 ટકા પર.... 24 કલાકમાં 4 લાખ 44 હજારથી વધુનું રસીકરણ....
6..રાજ્યના 8 મહાનગર સહિત 18 શહેરમાં રાત્રિ કફર્યૂમાં અપાઇ એક કલાકની રાહત....રાત્રે 10 વાગ્યા બાદ રાત્રિ કફર્યૂનો થશે અમલ......રેસ્ટોરંટ અને હોટલ રાત્રે નવ વાગ્યા સુધી 60 ટકા ક્ષમતા સાથે રાખી શકાશે ખુલ્લા.....50 ટકા ક્ષમતા સાથે સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્ષ કરી શકાશે શરૂ....એસટી બસોને 75 ટકા ક્ષમતા સાથે દોડવાની અપાઇ મંજૂરી...18 શહેરોના ધંધાર્થીઓ માટે 30 જૂન સુધી વેક્સીન લેવી ફરજિયાત...
7...ક્રુએશિયામાં ચાલતા ISSF શૂટિંગ વિશ્વકપમાં ભારતને મળ્યો પહેલો મેડલ. સૌરભ ચૌધરીએ 10 મીટર એયર પિસ્ટલમાં જીત્યો કાંસ્ય પદક....19 વર્ષીય સૌરભ ચૌધરીએ ક્વોલિફાઇિંગ રાઉન્ડમાં 581નો સ્કોર બનાવ્યા બાદ ફાઇનલમાં 220નો સ્કોર બનાવી જીત્યો પુરસ્કાર...