Live Morning News @ 7.30 AM | Date 01-08-2019
01-08-2019 | 7:48 am
Share Now 1..વડોદરામાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર-છેલ્લા 7 કલાકમાં ખાબક્યો 20 ઈંચ વરસાદ-અનેક સ્થળો ટાપુમાં ફેરવાયા-આજે સ્કૂલ,કોલેજોમાં જાહેર કરાઈ રજા-તો રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલ વ્યવહાર ખોરવાયો...
2..રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર-કચ્છમાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં છવાયો આનંદ-તો રાજ્યના 33 જળાશયોમાં 50 ટકા જેટલી પાણીની આવક- જ્યારે બે જળાશયો 100 ટકા ભરાયા..
3..વડોદરામાં વરસેલા સાંબેલાધાર વરસાદને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજી ઈમરજન્સી બેઠક-સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીને આપી જરૂરી સુચના-નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ...
4...ઉદ્યોગને ગતિ આપવાની દિશામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય- રાજ્યની સમયાનુકુલ નવી ઔદ્યોગિક નીતિના ઘડતર માટે સૂચન, સમીક્ષા અને અભ્યાસ અંગે વિવિધ 10 ટાસ્ક ફોર્સની રચના.. ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ ડેસ્ટીનેશન બની રહેલા ગુજરાતમાં પ્રોપીપલ- પ્રોએક્ટિવ ટ્રાન્સપરન્ટ ગવર્નન્સનો અભિનવ પ્રયોગ.
5..રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ-2019 થયું પાસ-રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, આ બિલથી ટ્રાફિકના નિયમો તોડતા લોકોમાં પેદા થશે ડર...
6..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પ્રગતિની 30મી બેઠકની અધ્યક્ષતા- આયુષ્યમાન ભારત અને સુગમ્યભારત જેવી પ્રમુખ યોજનાઓની પ્રગતિની કરી સમિક્ષા-આયુષ્યમાન ભારતથી અત્યાર સુધી 35 લાખથી વધારે લોકોને ફાયદો-પ્રધાનમંત્રીએ રાજ્યોને જળસંરક્ષણ પર ભાર આપવા કહ્યું...
7.. કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય- સુપ્રીમ કોર્ટમાં વધશે જજની સંખ્યા- કેન્દ્રીય કેબિનેટે મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય જજોની સંખ્યા 33 કરવા પર લગાવી મંજૂરીની મહોર- ખેડૂતોને પણ મોટી રાહત- ખાધ સબ્સિડી માટે 23 હજાર કરોડ ફાળવાયા- ચીટફંડ એમેન્ડમેન્ટ બિલ 2019ને પણ મળી મંજૂરી..