Mahisagar: Soil Health Cards Were Given To 105 Farmers In Bablia
Mahisagar: Soil Health Cards Were Given To 105 Farmers In Bablia
18-02-2020 | 8:22 pm
Share Now મહિસાગરઃ સોઈલ હેલ્થ કાર્ડ થકી બાબલિયા ગામના 105 ખેડૂતોએ કરાવ્યું જમીન પૃથ્થકરણ
ખેડૂતો પોતાની ખેતીલાયક જમીનમાં રહેલ ઘટકોનું પૃથક્કરણ કરાવી સારી ઉપજ માટે જમીનમાં ખૂટતાં જરૂરી તત્વો પાકને આપી શકે તે હેતુથી ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા, સોઈલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ આ યોજના લાગુ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું બાબલિયા ગામ, કે જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં સોઇલ હેલ્થ કાર્ડની યોજના અમલમાં મુકવામાં આવી ત્યારે આ બાબલીયા ગામને સોઈલ હેલ્થ કાર્ડ માટે મોડેલ વિલેજ તરીકે જાહેર કરી ગામના 105 જેટલા ખેડૂતોની જમીનનું પૃથ્થકરણ કરી આ ખેડૂત લાભર્થીઓને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા અને જેમાંના એક ખેડૂત છે પરમાભાઈ ગોવિંદભાઇ વણકર અને બીજા છે રાયસિંગભાઈ નાનાભાઈ મછાર. આ ખેડૂતોની જમીનનું પૃથ્થકરણ કરી તેમને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા. જેમાંથી પરમાભાઈએ ઘઉંનો તો રાયસંગભાઈએ લસણ, ડુંગળી અને મેથીનો સારો પાક મેળવ્યો છે.
આ કાર્ડમાં ખેડૂતની જમીનની માટીનું પૃથ્થકરણ કરી જરૂરી પોષક તત્વો તેમજ જમીનમાં ખાતરની જરૂરિયાતનું પ્રમાણ અને ખેતીપાકની અનુકૂળતા અંગે ભલામણ કરવામાં આવે છે. બાબલિયા ગામના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડને કારણે ખેતીમાં સારો એવો લાભ થયો છેઅને જમીનની ફળદ્રુપત્તા વધી છે. સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા આ ગામના ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ખેતીમાં સારું ઉત્પાદન મેળવ્યું છે. ખેડૂતોએ સોઇલ હેલ્થ કાર્ડની યોજના અંગે ભારત સરકારનો આભાર વ્યકત કર્યો છે.