The Meteorological Department Has Forecast Heavy Rains in Valsad, coastal Saurashtra and South Gujarat| Morning News| 10-6-2021
10-06-2021 | 9:28 am
Share Now Headline 8.30 AM
1... વર્ષ 2021-22 માટે ખરીફ પાકો માટે MSP મૂલ્યની કેન્દ્ર સરકારે કરી જાહેરાત....ખેડૂતોને મળશે ઉત્પાન ખર્ચના કમસે કમ દોઢ ગણી રકમ....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ..આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં થશે વધારો...ખેડૂતોનું જીવનધોરણ પણ આવશે ઉંચુ......
2...હવે ભારતીય રેલવે 5 મેગા હર્ટ્ઝ બેન્ડ સ્પેક્ટ્રમ પર કરશે કામ......કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય રેલવેને 700 MHz બેન્ડમાં 5 MHzની ફાળવણીને મંજૂરી આપી......હવે 4G પર દોડશે રેલવે......રેલવેના પરિચાલન અને સલામતીમાં લાવશે વ્યૂહાત્મક પરિવર્તન....કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલે કહ્યુ...25 હજાર કરોડનું થશે અંદાજિત રોકાણ ...
3.... મુંબઈમાં ચોમાસાનું આગમન....ભારે વરસાદને કારણે મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ.......કુર્લા વિસ્તારમાં લોકલ ટ્રેન સેવા તેમજ વાહન વ્યવહાર ખોરવાયો...મુંબઈ, પૂણે અને કોંકણમાં 12 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી...દરિયામાં ઉંચા ઉંચા મોજા આવતા BMCએ ફ્લડ ગેટ કર્યાં બંધ...NDRFની 15 ટીમો રખાઈ સ્ટેન્ડ બાય.....
4... દેશમાં સતત ઘટી રહ્યું છે દૈનિક કોરોના સંક્રમણ.....છેલ્લા ત્રણ દિવસથી દૈનિક કેસ 1 લાખથી ઓછા......સંક્રમણ ઘટતા મોટાભાગના રાજ્યો વળ્યા અનલૉક તરફ... બિહાર-ઉત્તરપ્રદેશ થયું અનલૉક...તો મધ્યપ્રદેશ સરકારે તમામ રાજ્યો માટે બોર્ડરના રસ્તા ખોલ્યા...દેશભરમાં અત્યાર સુધી 24 કરોડ લોકોનું કરાયું રસીકરણ
5... રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 644 કેસ નોંધાયા, તો 1675 દર્દીઓ સાજા થયાની સાથે રિકવરી રેટ પહોંચ્યો 97.11 ટકાએ.... આજે 2 લાખ 66 હજારથી વધુ લોકોનું કરાયું રસીકરણ તો નવા 10 દર્દીઓના થયા મૃત્યુ... અમદાવાદ જિલ્લામાં નવા 98 કેસ, તો સુરત જિલ્લામાં નવા 100 કેસ, વડોદરામાં નવા 130 કેસ નોંધાયા...
6....રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા નિયંત્રણો કરાયા હળવા...11 જૂનથી સવારના 9 થી સાંજના 7 સુધી દુકાનો રાખી શકાશે ખુલ્લી..., હોટેલ, રેસ્ટોરેન્ટ, લાયબ્રેરી અને જિમ્નેશિયમ 50 ટકાની કેપેસિટી સાથે રાખી શકાશે ખુલ્લા...તો, વિદેશ જવા માટેની IELTS અને TOEFLની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈન સાથે આપવાની છુટ...
7....રાજ્યમાં તમામ ધાર્મિક સ્થાનો 11 જૂનથી દર્શનાર્થીઓ માટે મૂકાશે ખુલ્લા...તો રાજકીય અને સામાજિક કાર્યક્રમો 50 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની પણ મંજૂરી...જો કે રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં....મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણયો...
8...દ્વારકામાં કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકને મળી રાજ્ય સરકારની સહાય.....જિલ્લા કલેક્ટરે બાળકના પાલક પિતાના ઘરે જઈને લીધી મુલાકાત....નિરાધાર બનેલા બાળક માટે તત્કાર 4 હજારની સહાયની કરી જાહેરાત....