Mid Day News @ 1 PM | Date 01-08-2019
Live TV
Mid Day News @ 1 PM | Date 01-08-2019
01-08-2019 | 1:02 pm
1..વડોદરામાં મેઘતાંડવને કારણે રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં-NDRF અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને કાઢવામાં આવી રહ્યા છે બહાર-જ્યારે કેટલાક લોકોને રેસક્યું કરી ખસેડાયા સલામત સ્થળે-તો શહેરની વિશ્વામિત્રી નદી વહી રહી છે ભયજનક સપાટીએ...
2..વડોદરામાં વરસેલા 20 ઈંચ વરસાદથી જનજીવન થયું પ્રભાવિત-શહેરના અનેક વિસ્તારો ટાપુમાં ફેરવાઈ જતાં લોકો મુકાયા મુશ્કેલીમાં-આજે સ્કૂલ,કોલેજોમાં જાહેર કરાઈ રજા -કોર્ટની કાર્યવાહી પણ આજે રહેશે બંધ-તો રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ખોરવાયો રેલ વ્યવહાર...હાઈવે પર પણ જોવા મળ્યા ટ્રાફિક જામના દ્રશ્યો...
3..વડોદરામાં વરસેલા સાંબેલાધાર વરસાદને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજી ઈમરજન્સી બેઠક
- સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીને આપી જરૂરી સુચના
- નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ ***
4..સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થતાં લોકોમાં છવાયો આનંદ-46.15 ટકાથી વધુ વરસાદને પગલે રાજ્યના 38 જળાશયો 50 ટકા સુધી ભરાયા-તો 7 જળાશયોમાં 70થી 100 ટકા પાણીની આવક જ્યારે 12 જળાશયોમાં 50થી 70 ટકા પાણીની આવક-ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદે આજે લીધો વિરામ...
5..ઉદ્યોગને ગતિ આપવાની દિશામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
- રાજ્યની સમયાનુકુલ નવી ઔદ્યોગિક નીતિના ઘડતર માટે સૂચન, સમીક્ષા અને અભ્યાસ અંગે, વિવિધ 10 ટાસ્ક ફોર્સની રચના
- ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ ડેસ્ટીનેશન બની રહેલા ગુજરાતમાં પ્રોપીપલ- પ્રોએક્ટિવ ટ્રાન્સપરન્ટ ગવર્નન્સનો અભિનવ પ્રયોગ ***
6..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્રીપલ તલાક બિલને આપી મંજૂરી-19 સપ્ટેમ્બર 2018થી લાગુ ગણવામાં આવશે આ કાયદો-19 સપ્ટેમ્બર 2018થી અપાયેલા ત્રણ તલાક ગણાશે ગેરકાયદે-તો કંપની સંશોધન એક્ટ-2019 અને અવનિમિત નિક્ષેપ સ્કીમ પ્રતિબંધ કાયદો-2018ને પણ રાષ્ટ્રપતિએ આપી મંજૂરી...
7..હવે રોડ પર ટ્રાફિકના નિયમો તોડવા પડશે ભારે-રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ-2019 થયું પાસ-ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને હવે પહેલા કરતા થશે વધુ દંડ-ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, આ બિલથી ટ્રાફિકના નિયમો તોડતા લોકોમાં પેદા થશે ડર...
8..છેલ્લા કેટલાક સમયથી અપ-ડાઉન થતાં શેરબજારમાં આજે મોટો કડાકો-સેન્સસેક્સમાં સાડા ચારસો પોઈન્ટનો કડાકો થતાં અનેક શેર્સ તુટ્યા-ઓટોમોબાઈલ્સ, બેંકિંગ સહિત સેક્ટરમાં રોકાણ કરનારા અનેક શેરહોલ્ડરો ધોવાયા...