Mid Day News @ 1 PM | Date 01-09-2019
01-09-2019 | 12:48 pm
Share Now 1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ની મુલાકાતે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભેટ મળેલી ,નમો મેડિકલ કોલેજ ના પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્રના વિધાર્થીઓનો કેન્દ્રીય ગૃહમંત્રીએ કરાવ્યો પ્રવેશ - આરોગ્ય સ્વાસ્થ્ય કેન્દ્ર અને શ્રમયોગી પ્રસાદ યોજનાનું પણ કર્યુ લોકાર્પણ.
2. સુરતના હજીરાથી મુંબઈના બાંદ્રા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી - 300 મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવું સુવિધા યુક્ત જહાજ - નવેમ્બર 2019થી સેવાઓ શરૂ.
3. રાજ્યના દરિયા કિનારે વાવાઝોડાની આગોતરી ચેતવણી હવે લોકોને મળી રહેશે - 45 કરોડના ખર્ચે "અર્લી વોર્નિંગ ડિસિમિનેશન" સિસ્ટમ ઉભી કરવા GSDMAને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી મંજૂરી.
4. સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાલિકાના રૂપિયા 1 હજાર 82 કરોડના વિવિધ વિકાસ કામોનું કરાયું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત - પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 282 કરોડના ખર્ચે તૈયાર થયેલ EWS -2ના કુલ 3હજાર 951 આવાસોનું કોમ્પ્યૂટરાઇઝડ ડ્રો કરી કરાઈ ફાળવણી- મુખ્યમંત્રીએ કહ્યું - રાજ્યના દરેક શહેરોમાં 'અર્બન ફોરેસ્ટ' ઊભું કરી શહેરોને હરિયાળા બનાવાશે.
5. આજથી તરણેતરના મેળાનો શુભારંભ - કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ મેળાને ખુલ્લો મુક્યો - ચાર સપ્ટેમ્બર સુધી ચાલશે મેળો.
6. ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર વર્ષ 2018માં સ્વિઝ બેંકમાં જમા તમામ ભારતીયોના ગોપનીય ખાતાની જાણકારી સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે - સ્વિત્ઝરલેન્ડમાં વસવાટ કરતાં ભારતીયો અંગે વર્ષ 2018 માટેની માહિતી આજથી મળવાની થશે શરૂ.
7. મોટર વાહન સંશોધન અધિનિયમ 2019 આજથી લાગુ - વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક સજા અને ભારે દંડની જોગવાઈ.
8. બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે બુમરાહે હેટ્રીક લીધા બાદ વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટ ગુમાવી બનાવ્યા 87 રન - આ અગાઉ ભારતે બનાવ્યા 416 રન