Mid Day News @ 1 PM | Date 10-01-2020
10-01-2020 | 12:58 pm
Share Now 1.આજથી ગુજરાત વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અભિભાષણથી શરૂઆત-ગૃહમાં વિપક્ષે હોબાળો કરતા કાર્યવાહી 15 મિનિટ માટે રખાઈ મુલતવી.
2.નાગરીકતા સંશોધન કાયદાના સમર્થનમાં ગુજરાત વિધાનસભાના સત્રમાં લવાશે પ્રસ્તાવ-સાથે જ સંસદમાં જનપ્રતિનિધિત્વમાં SC/STના આરક્ષણમાં 10 વર્ષનો વધારો કરતા સુધારાના મુદ્દે પણ થશે કામગીરી.
3.VISVAS પ્રોજેક્ટ અંતર્ગત 1256 જંકશન પર લાગશે સાત હજારથી વધુ CCTV કેમેરા-સાયબરના ગુન્હાનોને નાથવા દેશનું પ્રથમ સાઈબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ પણ થશે કાર્યાન્વિત-આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી કરાવશે શુભારંભ.
4.રાજકોટ જિલ્લામાંથી સામે આવ્યું આયુષ્યમાન યોજનાના ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ-21 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરને કરાયા સસ્પેન્ડ-જિલ્લા આરોગ્ય વિભાગે નકલી કાર્ડને લઈ હાથ ધરી વધુ તપાસ.
5.જમ્મુ કશ્મીરમાંથી પ્રતિબંધ હટાવવા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો - કહ્યું ઈન્ટરનેટને સંપૂર્ણ રીતે બંધ કરવું કડક પગલું-સરકારને જરૂરી ન હોય તેવા આદેશો પરત લેવા માટે કર્યો આદેશ.
6.JNUમાં હિંસા માટે HRD મંત્રી અને સરકારને જવાબદાર ઠેરવવા બદલ ભાજપે કોંગ્રેસને લીધી આડે હાથ-કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આરોપોને ગણાવ્યા ખોટા-કહ્યુ, પોલીસ તપાસથી સામે આવશે સત્ય-નકાબવાળા થશે બેનકાબ.
7.અમેરિકી સંરક્ષણ મંત્રીએ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે કરી ટેલિફોનિક વાતચીત-બન્ને નેતાઓએ દ્વીપક્ષિય રક્ષા સહયોગ મજબૂત કરવા લીધો સંકલ્પ-અમેરિકાના સંરક્ષણ મંત્રીએ ખાડી દેશોના તાજા ઘટનાક્રમ અંગે રાજનાથસિંહને આપી જાણકારી.
8.સમગ્ર ગુજરાતમાં હાર્ટ થીજવતી ઠંડી-મોટા ભાગના શહેરમાં પારો 12 ડિગ્રીથી નીચે પહોંચ્યો-નલિયા 4.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર-અમદાવાદમાં નોંધાયું 10.2 ડિગ્રી તાપમાન-આગામી ત્રણ દિવસ હજુ રહેશે ઠંડીનો ચમકારો.
9.આજે પોષી પૂનમે વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ-રાત્રે 10 વાગ્યાને 38 મિનિટે થશે ગ્રહણનો પ્રારંભ-ભારતમાં દેખાશે પરંતુ નરી આંખે નહીં જોઈ શકાય-આ વર્ષે કુલ 6 ગ્રહણ જોવા મળશે