Mid Day News @ 1 PM | Date 16-08-2019
16-08-2019 | 12:49 pm
Share Now 1 - સુપ્રિમ કોર્ટે કલમ 370 પર દાખલ થયેલી 6 અરજી પર સુનાવણી કરી સ્થગીત - મુખ્ય ન્યાયાધીશની આગેવાનીવાળી 3 જજની બેન્ચે અરજીકર્તાને કહ્યું, અરજીની ખામીઓને પહેલા કરો દુર.
2. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાયીની પ્રથમ પુણ્યતિથિના અવસર પર તેમના સમાધિ સ્થળ સદેવ અટલ સ્મારક ખાતે યોજાયો શ્રદ્ધાંજલી અને સર્વધર્મ પ્રાર્થના સભા કાર્યક્રમ - રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય નેતાઓએ દિવંગત નેતાને આપી ભાવભીની અંજલી - રાજ્યમાં પણ અનેક શ્રદ્ધાંજલી કાર્યક્રમો
3 - સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની પીએમ મોદીની અપીલ સાથે જ દેશભરમાં આ મુદ્દે થશે વિશાળ જનઆંદોલન - પર્યાવરણ અને વન મંત્રી પ્રકાશ જાવડેકકરે બ્રાઝિલના સાઉપૌલેમાં આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહમાં કરી જાહેરાત
4. ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાંચ ભારતીય સૈનિકો માર્યાના પાકિસ્તાનના દાવાને ફગાવ્યો - સેનાએ કહ્યું, પાકિસ્તાને નવગામ અને ક્રિષ્ણાઘાટી સેક્ટરમાં સંઘર્ષ વિરામનું કર્યું ઉલ્લંઘન - ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ - પાકિસ્તાને માન્યું પૂંછમાં થયેલી ગોળીબારીમાં મર્યા પોતાના ત્રણ જવાન
5 - કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન આજે અમદાવાદની મુલાકાતે - આવકવેરા અધિકારીઓ સાથે વિશેષ બેઠક
6 - ધરોઈ ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા - ડેમમાં પ્રતિ કલાકે 56.70 લાખ લીટર પાણીની આવક - ઉત્તર ગુજરાતના 9 શહેરો અને 538 ગામડાઓની પીવાના પાણીની સમસ્યા થશે દુર - કડાણા ડેમમાં પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ.
7 - ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ - અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી - ઉત્તર ગુજરાતના તમામ જીલ્લામાં વરસી રહ્યો છે ધમાકેદા વરસાદ