Mid Day News Live @ 1 PM | Date: 05-11-2019
05-11-2019 | 12:54 pm
Share Now 1..''મહા'' ચક્રવાતની તિવ્રતા પડી ધીમી- 6 નવેમ્બરની મધ્યરાત્રિએ કે 7મીની સવારે ગુજરાતનાં કાંઠે ટકરાવાની સંભાવના- માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અને સુરક્ષા વ્યવસ્થાને લઈ કરી સમિક્ષા...
2..મહા વાવાઝોડાને લઈ તંત્રની સંપૂર્ણ તૈયારીઓ-રાજ્યના દરિયાકાંઠે NDRFની 15 ટીમો કરાઈ તૈનાત-જ્યારે 6 ટીમોને રખાઈ સ્ટેન્ડબાય-દ્વારકામાં સેન્ટ્રલ હોમ કરાયા તૈયાર-તો સોમનાથમાં કાર્તિકી પુર્ણિમાનો મેળો કરાયો રદ...
3..ભારતે ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારીમાં સામેલ નહીં થવાનો લીધો નિર્ણય- બેંગકોકમાં RCEPની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કરારમાં નથી જોવા મળતી મૂળ સિદ્ધાંતોની ઝલક-કરારના પરિણામ નથી ઉચિત અને સંતુલિત...
4..ભારતના RCEPમાં સામેલ નહીં થવાના નિર્ણયનું ગૃહમંત્રી અમિત શાહે કર્યું સ્વાગત-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મજબૂત નેતૃત્વ બતાવે છે આ નિર્ણય- હવે ભારત પહેલાની કોંગ્રેસ સરકારની માફક વૈશ્વિક દબાણની સામે નહીં ઝૂકે...
5..દિલ્લી NCRના લોકોને મોટી રાહત-વાયુ પ્રદૂષણનું સ્તર અતિ ગંભીરથી ખુબજ ગંભીરની શ્રેણીમાં આવ્યું-હવામાન વિભાગે કહ્યું, વાતાવરણ સારુ થવાની સ્થિતિમાં-આગામી 2 દિવસમાં સુધારાની આશા....
6..મહારાષ્ટ્રમાં સરકારને લઈ સસ્પેન્સ યથાવત-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, રાજ્યમાં ટૂંક જ સમયમાં બનશે નવી સરકાર-શિવસેનાએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત-NCP પ્રમુખ શરદ પવારે દિલ્લીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
7...રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં 7 નવેમ્બરે રમાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T 20 મેચ-બન્ને ટીમોનું થયું રાજકોટમાં આગમન-આજે અને આવતીકાલે બન્ને કરશે મેદાનમાં નેટ પ્રેક્ટિસ...