Mid Day News Live @ 1 PM | Date: 17-10-2019
17-10-2019 | 12:50 pm
Share Now 1. ગુજરાતની છ બેઠકો માટેની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિસાગર અને અમરાઈવાડીમાં સંબોધી સભા.રાધનપુરમાં ચૂંટણીનો માહોલ.રાધનપુર બેઠકના ભાજપાના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે બનશે પ્રતિષ્ઠાનો જંગ
2. આણંદમાં ગુજરાતની પ્રથમ હરોળની રાઈફલ શુટિંગ રેન્જનો પ્રારંભ---ઘર આંગણે આ સુવિધા ઉપલબ્ધ થતાં રાઈફલ શુટિંગના વિદ્યાર્થીઓને મળશે વિશેષ લાભ
3. દિવાળીમાં લોકો ઠગાઈનો ભોગ ના બને તે માટે વડોદરા પોલીસની અનોખી પહેલ---જ્વેલર્સ અને આંગળિયાત પેઢીના સંચાલકો સાથે યોજાઈ બેઠક--- તપાસમાં આવેલા પોલીસના આઈકાર્ડ અચૂક માગવાની અપાઈ સમજણ
4. સુરતમાં વકરી રહેલો ડેંગ્યુનો રોગચાળો.આ વર્ષે નોંધાયા ડેંગ્યુના 400 શંકાસ્પદ કેસ. રોગચાળાને કાબુમાં લાવવા તંત્રએ હાથધરી ઇન્ટ્રાડોમેસ્ટીક કામગીરી
5. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો રાખ્યો અનામત. અરજદાર અને પક્ષકારોની દલીલો થઇ પૂર્ણ. સમગ્ર દેશની ચૂકાદા ઉપર નજર
6. રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ આજથી 23 ઓક્ટોબર સુધી જાપાન અને ફિલીપાઈન્સની મુલાકાતે.જાપાનમાં તેઓ રાજ્યાભિષેક કાર્યક્રમમાં આપશે હાજરી.ભારતીય સમુદાયને પણ કરશે સંબોધિત
7. સાઉદી અરબમાં મક્કા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં 35 વિદેશી નાગરિકોના મોત- 4 ઘાયલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી શોકની લાગણી.પરિવારજનોને પાઠવી સાંત્વના
8. દિવાળીને લઈને બજારમાં જોવા મળી રહી છે અવનવી રંગોળીઓ. રાતના અંધારામાં કુદરતી રીતે જ ચમકતી બેલ્જિયમની રંગોળી બની રહી છે બજારની રોનક
9. મુંબઈના યશસ્વી જાયસ્વાલે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદી બનાવીને રચ્યો ઇતિહાસ--ઝારખંડ સામેની મેચમાં 154 બોંલમાં 12 સિક્સ અને 14 ચોક્કા સાથે 203 રન બનાવ્યાં