Morning News @ 7.30 AM | Date 01-12-2019
01-12-2019 | 7:32 am
Share Now 1. ભારત અને જાપાને આંતકાવદીઓને આશરો આપવાની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા અને સીમાપારથી આવતા ત્રાસવાદીઓને રોકવા તમામ દેશોને કરી અપીલ - ટુ પ્લસ ટુ બેઠકમાં બંને દેશોએ પાકિસ્તાનને આતંકવાદીઓ વિરુદ્ધ સ્થાયી કાર્યવાહી કરવા કર્યો અનુરોધ.
2. ઝારખંડ વિધાનસભાનું પ્રથમ તબક્કાનું લગભગ 64 ટકા નોંધાયુ મતદાન - છ જિલ્લાની 13 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન - 189 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં થયું કેદ
3. મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે સરકારે સાબિત કરી બહુમતી - સરકારને 169 ધારાસભ્યોનું મળ્યું સમર્થન - તો, પ્રોટેમ સ્પીકર બદલવાના નિર્ણયને લઇ ભાજપે સદનમાંથી કર્યું વોકઆઉટ
4. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના 6 મહિના પૂર્ણ - પ્રધાનમંત્રીએ કહ્યું - સબકા સાથ સબકા વિકાસના મૂળ મંત્ર સાથે આગળ વધી રહ્યો છે દેશ - કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું - મજબૂત સરકાર દેશહિતમાં દ્રઢતાથી કરી રહી છે કામ - વૈશ્વિક સ્તર પર આર્થિક મંદીને પહોંચી વળવા સરકાર લઇ રહી છે યોગ્ય પગલાં
5. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચના દહેજમાં દેશના સૌ પ્રથમ ૧૦૦ એમ.એલ.ડી ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટનું કર્યું ભૂમિપૂજન - ઉદ્યોગોની પાણીની જરૂરિયાત પુરી કરવા નિર્માણ પામશે ડિસેલીનેશન પ્લાન્ટ - દરિયાના પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા માટે ડિસેલીનેશન પ્લાન્ટમાં આવતા પહેલા 20 એકરમાં બનાવાશે સેટલિંગ પોંડ
6. રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે લીધો મહત્વનો નિર્ણય -લઘુતમ ટેકાના ભાવે ડાંગર ,મકાઈ તથા બાજરીની ખરીદી માટે ખેડૂતો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન નોંધણીની મુદ્દત વધારી -ખેડૂતો 15 ડિસેમ્બર 2019 સુધી કરી શકશે નોંધણી - ખેડૂતો દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત.
7. વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમનું આયોજન - આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન નવી દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમનું અધ્યક્ષપદ સંભાળશે - વર્લ્ડ એઇડ્સ દિવસની આ વર્ષની થીમ છે 'સામૂહિક પહેલથી આવનારા પરિવર્તનો