Morning News @ 7.30 AM | Date 05-08-2019
05-08-2019 | 7:35 am
Share Now 1..શ્રીનગર અને જમ્મુમાં કલમ 144 લાગુ કરાઈ-શ્રીનગર, જમ્મુ, ડોડા અને પૂંછમાં તમામ સ્કૂલ-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ...
2..ગૃહમંત્રી અમિત શાહે કરી આંતરિક સુરક્ષામામલે ઉચ્ચસ્તરીય બેઠક-NSA અજિત ડોભાલ, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત...
3..ઉન્નાવ બળાત્કારના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને બીજા આરોપીઓને દિલ્લી કોર્ટમાં આજે કરાશે રજૂ-સુપ્રીમ કોર્ટ પણ જઘન્ય અપરાધ સાથે જોડાયેલા મામલામાં ફરીથી સુનાવણી કરશે શરૂ...
4..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને તમામના કલ્યાણ માટે સકારાત્મક વિચાર સાથે કામ કરવાનો કર્યો આગ્રહ-ભાજપ સાંસદોની બે દિવસની કાર્યશાળાના સમાપન સત્રમાં કર્યું સંબોધન- સમાજના તમામ વર્ગોનો વિશ્વાસ જીતવા કર્યો અનુરોધ...
5..નવસારીમાં મેધરભાટ ગામે ફસાયેલા 30થી વધુ લોકોને હેલિકોપ્ટરથી કરાયા એરલિફ્ટ-કલમઠા ગામે રેસ્કયુ દરમિયાન NDRFની બોટ પલટી- NDRFના બે જવાન અને એક સ્થાનિક તણાયા-તો વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી વધી- નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસી જવા સૂચના...
6..ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમનાં 6 દરવાજા ખોલાયા-- બે કાંઠે વહેતી થઈ કરજણ નદી- કાંઠા વિસ્તારનાં ગામોને કરાયા એલર્ટ-ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમની ,સપાટી પહેલી વખત પહોંચી 124 મીટરને પાર-તો વલસાડ જિલ્લાની નદીઓમાં આવ્યું ઘોડાપુર
7..પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર-શિવાલયોમાં ગૂંજ્યો બમ બમ ભોલેનો નાદ-સોમનાથ સહિત રાજ્યભરના શિવ મંદિરોમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો...
8..બીજા T-20 મુકાબલામાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 22 રનથી આપી માત-T-20 સિરીઝ પર પણ કર્યો કબજો-ખરાબ હવામાનને કારણે ડકવર્થ લુઈસ નિયમથી આવ્યું મેચનું પરિણામ