Morning News @ 7.30 AM | Date 06-11-2019
06-11-2019 | 7:33 am
Share Now 1. .''મહા'' ચક્રવાત નબળુ પડ્યુ..આવતીકાલે દિવના દરિયાકિનારે ચક્રવાક ટકરાવાની સંભાવના...પવનની ગતિ ધીમી પડી...અનેક વિસ્તારોમાં બે દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી..માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ ...
2.. ...સંભવિત કુદરતી આપત્તિ મહા વાવાઝોડા માટે વહિવટીતંત્ર સતર્ક....પૂર્વ સાવચેતીરૂપે તંત્ર સાબદુ હોવાનું જણાવતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી - NDRF, SDRF, મેડિકલની ટીમો-દવાઓ અને મેડિકલ સ્ટાફ ખડે પગે...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ ભારતમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિની કરી સમીક્ષા...
3..મહા વાવાઝોડાના પગલે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાંપતાં પગલાં...નેશનલ કૉસ્ટલ હાઇવે પર કામ કરતા 120 મજૂરોને કરાયા સ્થળાંતરિત...જિલ્લાનાં 31 ગામો અને શહેરના 5000 લોકોને કરાશે સ્થળાંતરિત...
4...આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું સાકાર...ગુજરાત સરકારના ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયક- ગુજસીટોકને મળી રાષ્ટ્રપતિની મંજૂરી-ગુના માટે કડક સજાની જોગવાઈ-ગુનાખોરી ડામવા પોલીસ અધિકારીઓને મળશે વધુ સત્તા...
5.... પાંચમા ભારત-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનું વિડિયો પરિષદ દ્વારા ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-કહ્યું, વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી, માત્ર પ્રયાસો, પ્રયોગ અને સફળતા જ હોય
6..ભારતે ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારીમાં સામેલ નહીં થવાનો લીધો નિર્ણય- બેંગકોકમાં RCEPની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કરારમાં નથી જોવા મળતી મૂળ સિદ્ધાંતોની ઝલક-કરારના પરિણામ નથી ઉચિત અને સંતુલિત...
7. કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રશિયાના પ્રવાસે....ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા...રશિયા અને ભારત દ્વારા સંયુક્ત રીતે સંરક્ષણ ઉપકરણોનું ઉત્પાદન કરવા માટે કરી અપીલ.. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા આર્થિક સુધારાઓનો લાભ ઉઠાવવા કરી વિનંતી
8......મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે હજુ પણ મડાગાંઠ યથાવત્- ભાજપે કહ્યું ટૂંક સમયમાં જ સરકાર રચાશે, તો શિવસેના હજુ પણ મુખ્યમંત્રી પદ માટે અડગ, બીજી તરફ રાજ્યપાલને મળ્યું એનસીપી અને કૉંગ્રેસનું પ્રતિનિધિમંડળ