Morning News @ 7.30 AM | Date 09-03-2019
09-03-2019 | 9:42 am
Share Now 1.કોંગ્રેસને એક જ દિવસમાં ઉપરાછાપરી બે ઝટકા - માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા બાદ ધ્રાગંધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાએ આપ્યું રાજીનામુ- કોંગ્રેસને અલવિદા કરી જવાહર ચાવડાએ પહેર્ર્યો કેસરિયો ખેસ - સાબરિયાની ભાજપમાં જોડાવાની શક્યતા
2.રાજ્યસરકારનો મહત્વપુર્ણ નિર્ણય- ખેતી -બિનખેતીના શરત ફેર પ્રસંગે ભરવાના થતા પ્રિમિયમની પરવાનગી, અપાશે ઓનલાઈન - ઓનલાઈન N.A.ના સફળ અમલીકરણ બાદ, મહેસુલ વિભાગની આઠ મહત્વની સેવાઓ કરવામાં આવી ઓનલાઈન
3. રાજ્ય સરકારનો વધુ એક કર્મચારીલક્ષી નિર્ણય- નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની જાહેરાત - કૃષિ યુનિવર્સિટી, રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજો અને GMERSના, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્ર્મચારીઓને, પહેલી એપ્રિલથી સાતમાં પગારપંચનો અપાશે લાભ
4. ગુજરાતના સિઝનલ ફ્લુના દર્દીઓને સારવાર આપવા અંગે સમીક્ષા કરવા જયંતિ રવિનું સૂચન - સિઝનલ ફ્લુના દર્દીઓને અલાયદી વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે સારવાર
5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટરના નોઈડામાં કરશે મેટ્રોરેલનું ઉદઘાટન - તથા દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ મ્યૂઝિયમનું કરશે લોકાર્પણ
6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું કર્યુ લોકાર્પણ. - લખનૌમાં / મુનશી પુલીયા મેટ્રોનું કાનપુરથી , વીડિયો કોન્ફરન્સથી કર્યુ ઉદ્દઘાટન.કાનપુરમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર - વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનો કર્યો શિલાન્યાસ-કહ્યું , પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ મંદિરમાં , પૂજા અર્ચના પણ કરી- ઉપરાંત કાનપુરમાં , પનકી વિજળી ઘરનો શિલાન્યાસ /
7.ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુને કોસ્ટારિકાએ એનાયત કરી માનદ ડોક્ટરેટની પદવી - ભારત અને કોસ્ટારિકા વચ્ચે થઈ દ્વિપક્ષીય વાતચીત - આતંકવાદને નેસ્તનાબૂદ કરવા સહકારની કોસ્ટરિકાની ખાતરી
8. ઓસ્ટ્રેલિયા સાથેની ત્રીજી વન-ડેમાં ભારતનો 32 રનથી થયો પરાજય - વિરાટ કોહલીની સદી એળે - કોહલી 4000 રન કરનાર ચોથો ભારતીય કેપ્ટન - ટીમ ઈન્ડિયા 281 રન પર ઓલઆઉટ