Morning News @ 7.30 AM | Date 09-11-2019
09-11-2019 | 7:31 am
Share Now 1..આજે રામમંદિર જમીન વિવિદા અંગે સુપ્રિમ કોર્ટ સંભળાવશે ઐતિહાસિક ચૂકાદો...સર્વોચ્ચ અદાલતના ચિફ જસ્ટીસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી લાર્જર બેંચ આપશે ચૂકાદો..દેશભરમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા..ઉત્તર પ્રદેશમાં વિશેષ સતર્કતા..મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તંત્ર તમામ સ્થિતિને પહોંચી વળવા સજજ
2...અયોધ્યાના ચુકાદાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવા માટે કરી અપીલ..ચૂકાદો કોઇ પણ પક્ષની નથી હોતી હારજીત તેમ કહીને લોકોને સંયમ જાળવવા કરી વિનંતી
3...ધાર્મિક મહત્વ ધરાવતુ કરતારપુર કોરિડોર આજથી ખુલ્લુ મુકાશે... પીએમ નરેન્દ્ર મોદી કરશે ઉદઘાટન...રેકોર્ડ બ્રેક સમયમાં તેયાર કરવામાં આવ્યું છે કરતારપુર કોરિડોર
4...ગણપત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સાતમા અધિવેશનનો પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી...કહ્યું, શિક્ષા-દીક્ષાની ભારતીય પરંપરા જ રાષ્ટ્રચેતનાસભર નવી પેઢીનું નિર્માણ કરશે
5... અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે ઝડપથી સર્વે પુરો કરાશે- મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક- ખેડૂતોને ઝડપથી નુકસાન ચૂકવવાની હૈયાધારણ આપતા નાયબ મુખ્યમંત્રી..
6...અરવલ્લી જિલ્લાના શામળાજીમાં આદિવાસી મેળાનો પ્રારંભ- કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી માટે રીજીયોનલ આઉટ રીચ બ્યુરો દ્વારા ખાસ લોકસંપર્ક કાર્યક્રમ ...
7. પ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ..હજારો યાત્રાળુઓ પવિત્ર પરિક્રમામાં થયા સામેલ.. ભવનાથમાં ગુંજ્યો જય ગિરનારનો નાદ..
8...પંજાબ ખાતે અખિલ ભારતીય આંતર્યુનિવર્સિટી સ્વિમિંગ સ્પર્ધામાં સુરતની વિદ્યાર્થિની કલ્યાણી સક્સેના ઝળકી-બે સુવર્ણ અને બે કાંસ્ય ચંદ્રક જીતી ગુજરાતનું નામ કર્યું રોશન ...