Morning News @ 7.30 AM | Date 10-03-2019
10-03-2019 | 7:35 am
Share Now 1. અમદાવાદ પછી સુરત મેટ્રો પ્રોજેક્ટને લીલી ઝંડી - બે મેટ્રો રેલ કોરિડોરના 40.35 કિલોમીટરના વિસ્તારમાં થશે સુરત મેટ્રો રેલ - આ યોજનાનો અંદાજિત ખર્ચ થશે 12020.32 કરોડ રૂપિયા
2. ગુજરાતી ફિલ્મો માટે ગુજરાત સરકારની પ્રોત્સાહન નીતિ જાહેર - ગુજરાતી ફિલ્મો માટે આર્થિક સહાય રકમમાં રૂપિયા 25 લાખ સુધીનો વધારો - ગ્રેડિંગ માટે લઘુત્તમ ગુણના ધોરણે ઘટાડા 21 કરાયા -
3. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે મહેસાણામાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત - નાયબ મુખ્યમંત્રીએ કહ્યું મહેસાણા શહેરનો યોજના બદ્ધ થઈ રહ્યો છે, વિકાસ- તંત્ર દ્વારા મળતી વિવિધ સુવિધાઓના કારણે શહેરમાં ઉભી થઈ રહી છે રોજગારની અનેક તકો
4. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ બની મજબૂત - કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ ત્રણ ધારાસભ્યોને મળ્યુ મંત્રીમંડળમાં સ્થાન - અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠક પહેલા કોંગ્રેસને મોટો ઝટકો - ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કેબીનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા અને યોગેશ પટેલને તો ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે હોદ્દો અને ગોપનીયતાના લેવડાવ્યા શપથ
5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાલાકોટમાં વાયુસેનાની કાર્યવાહીનો પુરાવો માંગનાર વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર - પ્રધાનમંત્રીએ કહ્યું પહેલાની સરકારે આતંકવાદીઓને તેમની જ ભાષામાં સમજાવ્યું હોત તો દેશમાં આતંકવાદનો આટલો ફેલાવો થયો ન હોત
6. છતીસગઢ, ગોવા, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, મણીપુર, મેઘાલય, મીઝોરમ, નાગાલેન્ડ, ત્રીપુરા અને ઉત્તરાખંડના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન - લોકોની પોતાની દૂરદર્શન ચેનલ હવે ડીડીની ફ્રી ડીશ પર ઉપલબ્ધ - પ્રસારભારતી વધુ 11 રાજ્યોમાં લાવી રહી છે DDK ચેનલ
7. ભારતીય ચૂંટણીપંચે આગામી લોકસભા ચૂંટણી દરમિયાન થનારા પ્રચારમાં ભારતીય સેનાના જવાનોના ફોટા કે સેનાનો ફોટાઓ વાપરવા પર મૂક્યો પ્રતિબંધ
8. કોસ્ટારિકામાં ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ ભારતીય સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું , ભારતે અનેક ક્ષેત્રોમાં કરી છે પ્રગતિ - મિત્ર દેશો સાથેના સંબંધો સારા - પરંતુ આતંકવાદનો સખ્ત વિરોધ - વિશ્વમાંથી આતંકવાદને નાથ વા સૌનો સાથ જરૂરી