Morning News @ 7.30 AM | Date 10-11-2019
10-11-2019 | 7:29 am
Share Now 1. અયોધ્યા મામલે સર્વોચ્ચ ન્યાયાલયના ઐતિહાસિક નિર્ણયથી રામમંદિર નિર્માણનો રસ્તો સાફ - વિવાદિત ભૂમિ ત્રણ મહિનાની અંદર કેન્દ્ર દ્વારા ગઠિત થનાર ટ્રસ્ટને સોંપવા આદેશ - સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવા આદેશ.
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ન્યુ ઈન્ડિયામાં ભય, કટુતા અને નકારાત્મકતાને કોઈ સ્થાન નહીં - પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું, અયોધ્યા મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક ભારતીયોની જવાબદારી વધી - કહ્યું, આ નિર્ણયથી એક થઈને આગળ વધવાનો મળે છે સંદેશ.
3. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુપ્રિમ કોર્ટના નિર્ણયને આવકાર્યો - આ નિર્ણયને વધાવવા પ્રજાજનોને કરી અપીલ - સાથે જ આ નિર્ણય માટે પ્રયત્નશીલ તમામ સંસ્થાઓ, સંત-સમાજ અને દેશના કરોડો લોકો પ્રત્યે વ્યક્ત કરી કૃતજ્ઞતા.
4. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં ડેરાબાબા નાનકમાં કરતારપુર કોરીડોરનું કર્યું ઉદઘાટન - દરબાર સાહિબ માટે તીર્થયાત્રીઓના પ્રથમ જથ્થાને કર્યો રવાના - કહ્યું, ગુરૂનાનક દેવ સમગ્ર માનવ જાત માટે પ્રેરણાપૂંજ.
5. મહારાષ્ટ્રના રાજ્યપાલે સૌથી મોટો પક્ષ ભારતીય જનતા પાર્ટીને સરકાર ગઠન માટે આમંત્રણ પાઠવ્યું - વિધાનસભા ચૂંટણીના પરિણામોના પંદર દિવસ વીત્યા પછી પણ કોઈ એક પક્ષ કે ગઠબંધન સરકાર ગઠન માટે નથી આવ્યું આગળ.
6. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની છેલ્લી અને ફાઈનલ મેચ આજે નાગપુરમાં રમાશે. બંને ટીમો શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં