Morning News @ 7.30 AM | Date 11-06-2019
11-06-2019 | 7:47 am
Share Now 1.ગુજરાત પર છાયુ 'વાયુ' વાવાઝોડાનું સંકટ-દક્ષિણ પૂર્વમાં સર્જાયેલું ડિપ્રેશન ,ચક્રવાતમાં થઈ શકે છે ,પરિવર્તિત-12 જૂને ભારે વાવાઝોડા સાથે ,વરસાદ થવાની આગાહી- ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક-વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ-તમામ પોર્ટ પર ,1 નંબરનું સિગ્નલ
2.આવતીકાલે ચક્રવાત વેરાવળ બંદરે ટકરાવવાની સંભાવના-તમામ બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ-જામનગર અને પોરબંદરનું વહિવટીતંત્ર બન્યું સજ્જ-તમામ નાની હોડીઓને બંદરો પર લાંગરી દેવાની કામગીરી શરૂ કરાઈ.
3.ચક્રવાતને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા આદેશ-તમામ કલેક્ટરની રજા કેન્સલ કરી ફરજ પર રહેલા કર્યો આદેશ-લોકલ અધિકારીઓને પણ સ્ટેન્ડ ટુ રહેવા કહેવાયું-NDRFની 11 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકિનારે થશે તૈનાત
4.રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ - ઉનાળુ વેકેશન બાદ ,ઓરેન્જ એલર્ટ વચ્ચે ,શાળાઓ ફરી ધમધમી ઉઠી - સરકારી શાળાના સુધરતા સ્તરને કારણે ,વાલીઓનો સરકારી શાળા તરફ વધતો પ્રવાહ-13થી 15 જૂનના રોજ ,યોજાશે પ્રવેશોત્સવ
5.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ મંત્રાલયના સચિવો સાથે કર્યો સંવાદ-કહ્યું, સરકારની મળેલી બહૂમતિ લોકોની આકાંક્ષાઓને દર્શાવે છે-લોકોના જીવનમાં સુધારની દિશામાં કામ કરવા મંત્રાલયોને કર્યો આગ્રહ.
6.ભ્રષ્ટાચાર સામે એક્શન મોડમાં મોદી સરકાર-ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ઈન્કમટેક્ષ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને સેવાથી કર્યા મુક્ત-વરિષ્ઠ અધિકારીઓ સામે કરવામાં આવેલી આ પ્રથમ કાર્યવાહી
7.- કઠુઆ દુષ્કર્મ મામલે, પઠાણકોટ કોર્ટનો ,મહત્વનો ચૂકાદો - સાતમાંથી છ આરોપીઓને , દોષી જાહેર કરાયા - 3ને ઉમર કેદ-જમ્મુ કાશ્મીરના ,કઠુઆમાં ,આઠ વર્ષની બાળકીના દુષ્કર્મકેસમાં ચૂકાદો-ઝારખંડના દુમકા સામૂહિક દુષ્કર્મ મામલે , 11 દોષિતોને ,આજીવન કારાવાસની સજા
8.ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજસિંહે ,આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ,નિવૃતિની કરી જાહેરાત-વર્લ્ડકપ 2011માં ,ભારતની જીતમાં રહી છે ,તેમની મહત્વની ભૂમિકા
9.વિશ્વ કપમાં વેસ્ટ ઈન્ઝિડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ-4 મેચમાં એક પણ જીત ન હાંસલ કરનારી દક્ષિણ આફ્રિકા ટીમ વિશ્વકપમાંથી બહાર થવાની કગાર પર