Morning News @ 7.30 AM | Date 13-06-2019
13-06-2019 | 7:54 am
Share Now 1....ચક્રવાતવાયું આજે બપોરે કલ્યાણપુર પાસે ટકરાવવાની સંભાવના-કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ-રાજ્યમાં સૌ પ્રથમ વખત 3 લાખ જેટલા લોકોનું સ્થળાંતર
2... વાયુ ચક્રવાતને પગલે રાજ્યભરના ગઈકાલે વાતાવરણમાં જોવા મળ્યો પલટો- દરિયા કાંઠાના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ -તો દરિયા કાંઠા સિવાયના જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ-વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત
3... વાયુ વાવાઝોડાને લઈ રાહત અને બચાવની કામગીરી માટે રાજય સરકાર સજ્જ- અત્યાધુનિક સાધન સામગ્રી સાથે દરીયા કિનારાના વિસ્તારોમાં NDRFની 51 ટીમો તૈનાત -સેના, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ પણ થઈ સ્ટેન્ડ બાય...
4.. ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે , 24 કલાક નિયંત્રણ કક્ષ કરાયો કાર્યરત-જ્યારે વિવિધ જિલ્લાઓમા પણ ઉભા કરાયા કંટ્રોલરૂમ--- વિવિધ રાજકીય નેતાઓને કંટ્રોલ રૂમની સોપાઈ કામગીરી --- સમગ્ર બચાવ અને રાહત કાર્યવાહીનું , કંટ્રોલ રૂમથી થશે સંકલન...
5...વાયુ વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ પણ તૈયાર-લોકોની મદદ માટે તૈયાર કરાયા ફુડ પેકેટ -તો સુરત , અમદાવાદ સહિતના શહેરોમાં , હોસ્પીટલ અને ફાયર સેફ્ટી વિભાગ પણ કરાયા તૈયાર---
6...વાયુ વાવાઝોડા અંગે માહિતી માટે , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે લીધી કંટ્રોલ રૂમની મુલાકાત -- કહ્યું વાયુ સામે લડવા સરકાર સજ્જ-- તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ , ટ્વિટ કરી કહ્યું શક્ય તમામ મદદ માટે કેન્દ્ર સરકાર તૈયાર -- PMO સતત , રાજ્ય સરકારના સંપર્કમાં...
7... ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ , ચંદ્રમા મિશન ચંદ્રયાનની પ્રથમ તસ્વીર કરી જાહેર - આધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી 15 જુલાઈએ સવારે , ચંદ્રયાન2નું થશે પ્રક્ષેપણ - ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 સાથે જશે , રોબોટ...