Morning News @ 7.30 AM | Date 16-09-2019
16-09-2019 | 7:31 am
Share Now 1.આજથી સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નવા કાયદાનો થશે અમલ-ટ્રાફિકના નિયમ તોડતા વાહન ચાલકો પર નવા કાયદામાં છે મોટા દંડની જોગવાઈ-તો PUC અને HSRP નંબર પ્લેટ માટે રાજ્ય સરકારે વધારી છે મુદત.
2.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં ભારત એકતા રેલીને કરાવ્યું પ્રસ્થાન - કહ્યું ગુજરાતના સપૂતોએ 370 અને 35 A કલમ નાબૂદ કરી સરદાર પટેલનું સ્વપ્ન કર્યું સાકાર.
3.નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ - 100 ટકા ભરાયો નર્મદા ડેમ - નિર્માણ બાદ સૌપ્રથમ વખત ડેમ થયો છલોછલ - નર્મદા ડેમ ભરાવાથી 8 હજારથી વધુ ગામો અને 130થી વધુ શહેરી વિસ્તારોને મળી શકશે પાણી.
4.ભારતે પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામ ઉલ્લંઘન, અને જમ્મુ કશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી મામલે વ્યક્ત કરી ગંભીર ચિંતા-આ વર્ષે પાકિસ્તાને 2050 વખત કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન-જેમાં 21 ભારતીય નાગરિકોએ ગુમાવ્યા જીવ.
5.આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીમાં પ્રવાસી હોડી પલટી-11 લોકોના મોત-26 લોકોને બચાવાયા-હોડીમાં સવાર હતા 62 લોકો-NDRF દ્વારા રાહત અને બચાવકાર્ય પુરજોશમાં-રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ.
6.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોની યાત્રાના અંતિમ તબક્કામાં આજે પહોંચશે સ્લોવેનિયા-રાષ્ટ્રપતિ સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત-ભારત, સ્લોવેનિયા બિઝનેસ ઈવેન્ટમાં થશે સામેલ-સાથે ભારતીય સમુદાયને પણ કરશે સંબોધિત.
7.ઈરાને અમેરિકાના આરોપોને ફગાવ્યા-અમેરિકાના વિદેશ મંત્રી પાઈક પોંપિયોએ ઈરાનને ગણાવ્યું હતું જવાબદાર-તો રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સને મદદ માટે બતાવી તૈયારી-ફ્રાન્સ અને બ્રિટને હુમલાની કરી નિંદા.
8.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપ જીતવા બદલ આપ્યા અભિનંદન-કહ્યું સમગ્ર દેશને તેમની સિદ્ધી પર છે ગૌરવ