Morning News @ 7.30 AM | Date 23-09-2019
23-09-2019 | 9:51 am
Share Now 1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આતંકવાદના વિરોધમાં નિર્ણાયક યુદ્ધનો સમય.હ્યૂસ્ટનમાં હાઉ ડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ આતંકવાદના વિરોધમાં મક્કમતાથી ઉભા રહેવા બદલ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની કરી સરાહના.એમના સન્માનમાં ઉભા થવા માટે લોકોને કર્યું આહવાન
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું દેશે કલમ 370ને આપી છે વિદાય.કહ્યું આનાથી જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને મુખ્ય ધારામાં લાવવામાં અને ક્ષેત્રના વિકાસમાં મળશે મદદ.ઐતિહાસિક નિર્ણય માટે બધા ભારતીય સાંસદોના માનમાં લોકોને ઉભા થવા કર્યો આગ્રહ
3. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને ગણાવ્યાં સાચા મિત્ર. 130 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવા બદલ કરી એમની પ્રશંસા.કહ્યું ભારત અને અમેરિકા વચ્ચેના અભૂતપૂર્ણ દ્વિપક્ષી રોકાણથી સર્જાઇ રોજગારની નવી તકો.રાષ્ટ્રપતિ ટ્રમ્પે કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદ માટે ભારત - અમેરિકા સહયોગ પર પણ મુક્યો ભાર
4. પ્રધાનમંત્રી મોદીએ હ્યુસ્ટનમાં ઇટરનલ ગાંધી મ્યુઝિયમની શિલાન્યાસ પટ્ટીકાનું કર્યુ અનાવરણ.પ્રધાનમંત્રી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તન સંમેલનમાં આપશે હાજરી.
5.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરાઈ સેવાકીય કાર્યોથી --- સેવા હી પરમો ધર્મોની ભાવના સાથે 71 હજારથી વધું ગરીબ વ્યકિતઓને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સરાહના-
6.બાયડ અને રાધનપુર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરતું ચૂંટણી પંચ-- 21 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી-- 24મી ઓક્ટોબરે જાહેર થશે પરિણામ
7. અરબી સમુદ્ર પરનું લો પ્રશર ડિપ્રેશનમાં ફેરવાયુ-- વેરાવળથી 150 કિમી દુર ડિપ્રેશન-- દરીયો તોફાની થવાની આગાહી-
8. દક્ષિણ આફ્રિકાએ ત્રીજી અને અંતિમ ટી-20માં ભારતને આપ્યો 9 વિકેટે પરાજય.પ્રથમ મેચ વરસાદમાં ધોવાયા પછી સીરીઝ 1-1ની બરાબરી પર સમાપ્ત