Morning News @ 7.30 AM | Date 30-07-2019
30-07-2019 | 7:14 am
Share Now 1... ગરીબોને ખોટાં સપનાં દેખાડીને તેમની મહેનતની કમાણી લૂંટનારા ઠગો સામે લાલ બત્તી... સંસદે પસાર કર્યો અનિયંત્રિત થાપણ યોજના પ્રતિબંધ ખરડો...દેવા વસૂલવાની પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવતો ઇન્સૉલ્વન્સી અને બૅન્કરપ્ટ્સી કૉડ પણ પસાર... ..રાષ્ટ્રીય મેડિકલ પંચ ખરડો પણ પસાર...
2... ભારતમાં વાઘની સંખ્યા પહોંચી 3000ની નજીક - પ્રધાનમંત્રીએ વાઘ દિવસ નિમિત્તે જાહેર કર્યો વાઘ સમીક્ષા રીપોર્ટ - કહ્યું એક થા ટાઇગરથી ટાઇગર જિંદા હૈ સુધીની યાત્રા - ગીરનાં સિંહ સંવર્ધનનો પણ આપ્યો દાખલો
3... મેન વર્સિસ વાઇલ્ડનાં વિખ્યાત હોસ્ટ બેર ગ્રિલ્સ સાથે પ્રધાનમંત્રી મોદી જંગલના સાહસિક પ્રવાસમાં - 12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે ટેલિકાસ્ટ થશે એપિસોડ - આ પહેલાં અમેરીકામાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ બન્યા છે આ શોનો હિસ્સો
4... અનેક દિવસોની અનિશ્ચિતતાનો અંત... ભાજપના નેતા બી. એસ. યેદિયુરપ્પાએ જીત્યો વિશ્વાસનો મત... અધ્યક્ષ કે. આર. રમેશકુમારનું રાજીનામું... મુખ્યપ્રધાને કહ્યું, તેઓ બદલાની રાજનીતિ નહીં કરે..
5... સમગ્ર રાજ્યમાં મેઘમહેર - ડાંગમાં અંબિકા નદી અને વલસાડમાં ઔરંગા નદી ગાંડીતૂર... ભયજનક સપાટી વટાવી... તંત્રએ તકેદારીના પગલાં લીધા..લોકોને સાવચેત રહેવા સૂચના..નવસારીના દરિયામાં માછમારી માટે ગયેલા પાંચ માછીમારોની બોટ પલટી..ત્રણનો બચાવ..બે લાપતા માછીમારો માટે હાથ ધરાયું સર્ચ ઓપરેશન...
6... ગુજરાતના પૂર્વ સાંસદ, સહકારી ક્ષેત્રના અગ્રણી અને ખેડૂત આગેવાન વિઠ્ઠલ રાદડિયાનું લાંબી માંદગી બાદ નિધન - જામકંડોરણામાં કન્યા છાત્રાલય સંકુલમાં અંતિમ દર્શન માટે રખાશે પાર્થિવ દેહ... વતન જામકંડોરણામાં બપોરે થશે અંતિમ સંસ્કાર...પીએમ, સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના ટોચના નેતાઓએ આપી શ્રધ્ધાંજલી..