1.કર્ણાટકમાં રાજકીય સંકટ યથાવત્-વિધાનસભા અધ્યક્ષે કહ્યું, રાજીનામું આપનારા ધારાસભ્યો સાથે મુલાકાત બાદ જ લઈશ કોઈ નિર્ણય-ભાજપે કહ્યું, રાજ્ય સરકાર અલ્પમતમાં-બળવાખોર ધારાસભ્યોએ કહ્યું, તોડવાનો આરોપ ખોટો- 2.કોંગ્રેસ અને TMCના હોબાળાને કારણે ન ચાલી શકી રાજ્યસભા- બે વખત રોકાયા બાદ કાર્યવાહી દિવસભર રહી સ્થગિત-લોકસભામાં મોડી રાત્રે 11 વાગ્યા સુધી થઈ બજેટ પર ચર્ચા-નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે બજેટ ચર્ચા પર આપી શકે છે સંસદમાં જવાબ 3.સરકારની પ્રત્યેક્ષ લાભ અંતરણ યોજનાની નવી સફળતા-લાભાર્થીઓના બેંક ખાતામાં કુલ હસ્તાંતરણ સાડા સાત લાખ કરોડથી વધારે-જનધન યોજના ખાતાઓમાં પણ જમા રકમ એક લાખ કરોડને પહોંચી પાર. 4.CBIની ભ્રષ્ટાચાર વિરુદ્ધ સમગ્ર દેશમાં મોટી કાર્યવાહી-દેશમાં અલગ અલગ 110 જગ્યાએ દરોડા-ભ્રષ્ટાચાર, હથિયારોની હેરાફેરીના 30 જેટલા કેસમાં 19 રાજ્યોમાં કરાઈ કાર્યવાહી. 5.રાજ્યની 10 નગર પાલિકાઓની 15 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ જાહેર - 15 માંથી 11 બેઠકો પર ભાજપનો વિજય-કોંગ્રેસના ફાળે આવી માત્ર 3 બેઠક-ગત ચૂંટણીના પરિણામો કરતા કોંગ્રેસને વધુ 3 બેઠકોનું નુકસાન. 6.સદસ્ય વૃદ્ધી અભિયાન અંતર્ગત ભાજપની કમલમ ખાતે મળી બેઠક-પંચામૃત સદસ્યતા વૃદ્ધી અભિયાન અંતર્ગત, વિચાર, ભૌગોલિક, યુવા, સામાજિક વૃદ્ધી અભિયાન ધરાશે હાથ. 7.ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડે મેળવ્યો વધુ એક ગોલ્ડ મેડલ- પોલેન્ડમાં ચાલી રહેલા યુરોપિયન એથ્લેકિટક્સમાં 400 મીટર દોડ 52.77 સેકન્ડમાં પૂર્ણ કરી મેળવ્યો ગોલ્ડ- સરિતાનો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બીજો સુવર્ણ ચંદ્રક. 8. ICC વિશ્વકપમાં વરસાદના વિઘ્નથી ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઈનલ મેચ આજે થશે પૂર્ણ- ન્યૂઝીલેન્ડ ટીમ 211 રનથી આગળ શરૂ કરશે પોતાની બેટિંગ