Morning News Live @ 7.30 AM | Date: 17-10-2019
17-10-2019 | 7:29 am
Share Now 1. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે ,ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અકોલા અને પનવેલમાં ચૂંટણી સભાને સંબોધતા, વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો. જ્યારે - હરિયાણામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી સભાને સંબોધી - કોંગ્રેસે અને બસપાએ પણ કર્યો ચૂંટણી પ્રચાર.પ્રધાનમંત્રી આજે પૂણે, સાતારા અને પરલીમાં સંબોધશે સભા
2. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો રાખ્યો અનામત. અરજદાર અને પક્ષકારોની દલીલો થઇ પૂર્ણ. સમગ્ર દેશની ચૂકાદા ઉપર નજર
3. પીએમસી બેન્ક ઘોટાળા મામલે પાંચ જણાની ધરપકડ.પૂર્વ નિદેશક સુરજીત સિંહ અરોરાની ધરપકડ
4. રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ આજથી 23 ઓક્ટોબર સુધી જાપાન અને ફિલીપાઈન્સની મુલાકાતે.જાપાનમાં તેઓ રાજ્યાભિષેક કાર્યક્રમમાં આપશે હાજરી.ભારતીય સમુદાયને પણ કરશે સંબોધિત
5. ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય - બીનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય પરત ખેંચતી રાજ્ય સરકાર - 17 નવેમ્બેરે 3171 કેન્દ્રો ઉપર લેવાશે પરીક્ષા - ધોરણ બાર પાસ ઉમેદવાર પણ આપી શકશે પરીક્ષા ***
5. ગુજરાતની છ બેઠકો માટેની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિસાગરમાં તો વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બનાસકાંઠામાં સભાઓ ગજવી. - જીતુ વાઘાણીનું થરાદ ખાતે રબારી સમાજ સંલમેનમાં સંબોધન
6. દિવાળી પહેલાં જ લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતાં તત્વો ઉપર તવાઇ. મહેસાણામાંથી ઘીના બદલે વનસ્પતિ તેલ પધરાવી દેવાના કૌભાંડનો થયો પર્દાફાશ - ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસનો રેલો વડનગર સુધી પહોંચ્યો. એક ફેક્ટરીમાં બનતા ભેળસેળ યુક્ત એક હજાર કિલો કરતાં વધુ ઘીનો જથ્થો જપ્ત.
7. વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે આરોગ્ય તંત્રની કવાયત. આરોગ્ય કમિશ્નરે લીધી રાજકોટની મુલાકાત. વડોદરા, ભાવનગર અને પાટણમાં ડેન્ગ્યૂ અને ચિકુનગુનિયાના અનેક કેસોને ડામવા માટે આરોગ્ય વિભાગની કામગીરી