Nation Remembers Pulwama Attack Martyrs on its 1st anniversary | Samachar | 14-02-2020
14-02-2020 | 3:05 pm
Share Now 1.કોરોના વાયરસની સ્થિતિ પર કેન્દ્ર સરકાર રાખી રહી છે નજર - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,વુહાનથી ભારતીયોને બહાર કાઢનાર ,એર ઇન્ડિયાના ચાલકદળ અને આરોગ્ય મંત્રાલયની કરી પ્રશંસા - મંત્રી સમૂહની બીજી બેઠકમાં સ્થિતિની કરાઇ સમીક્ષા- ચીનમાં કોરોના વાયરસને કારણે ,1300 થી વધુ લોકોના મોત
2. પુલવામાં આતંકી હુમલાના એક વર્ષ પૂર્ણ થતાં ,આજે સમગ્ર દેશ ,શહીદોના બલિનાનને કરી રહ્યો છે યાદ.લેથપુરા કેમ્પમાં ,યુદ્ધ સ્મારક પર, શહીદ જવાનોને આપવામાં આવી શ્રદ્ધાંજલી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ,શહીદોને અર્પી શ્રદ્ધાંજલી.ગતવર્ષે પુલવામામાં ,CRPFના કાફલા પર થયેલા, આતંકવાદી હુમલામાં ,40 જવાનો થયા હતા શહીદ
3. પોર્ટુગલના રાષ્ટ્રપતિ મર્સેલા રેબેલો ડિસૂઝા ,આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત.બંને દેશો વચ્ચે ,અનેક ક્ષેત્રે સમજૂતી થવાની શક્યતા
4. ભાગેડુ સટ્ટાબાજ સંજીવ ચાવલાને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ ભારત લાવી.દિલ્હીની અદાલતે સંજીવને પૂછપરછ માટે, 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો.ચાવલા પર વર્ષ 2000માં ,દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન હેન્સી ક્રોનિયે સાથે મળીને, મેચ ફિક્સ કરવાનો છે ,આરોપ
5. ધોરડો ખાતે, દેશના વિવિધ રાજ્યના પ્રવાસન સચિવોની અખિલ ભારતીય પરિષદને ખુલ્લી મુકતાં ,મુખ્યમંત્રી વિજય રૂપાણી.મુખ્યમંત્રીએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરવા ગુજરાતે પ્રવાસનના માધ્યમથી લીડ લીધી છે.ગુજરાતે ટ્રેડિશન, ટેલેન્ટ અને ટ્રેડના ત્રણ T મંત્રથી પ્રવાસન વિકાસને નવી ઉંચાઈ આપી છે.
6.અમદાવાદની પ્રથમ મુલાકાતે આવતા ,અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ,અને નરેન્દ્ર મોદીની મુલાકાત માટે ,ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં ,પૂરજોશમાં તૈયારી. મેયર બીજલ પટેલ, તથા મ્યુનિસિપલ કમિશનરે ,મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઈ ,તૈયારીઓની કરી સમીક્ષા, અમેરિકી કોન્સ્યુલેટ ઑફિસના અધિકારીઓ પણ ,ગાંધી આશ્રમની મુલાકાતે.
7. સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં જોવા મળી તેજી. ઓઇલ અને ગેસ સેક્ટર સહિત ,લગભગ તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં.BSEનો સેન્સેક્સ 41,000થી વધુ ,અને NSEનો નિફ્ટી 12000થી વધુ અંક સાથે ,કરી રહ્યો છે ,કારોબાર