NDRF teams deployed in Gujarat after heavy rain alert | Samachar @ 11 AM | 06-07-2020
06-07-2020 | 11:01 am
Share Now 1.રાજ્યના અનેક વિસ્તારોમાં બારે મેઘ ખાંગા-દ્વારકાના ખંભાળિયામાં ખાબક્યો સાંબેલાધાર 19 ઈંચ વરસાદ-માત્ર બે કલાકમાં જ 12 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ-કોડિનાર, સુત્રાપાડા અને વિસાવદરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-જૂનાગઢનો વિલિગ્ડન ડેમ થયો ઓવરફ્લો-અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ-શ્રીકાર મેઘમહેરથી ધરતીપુત્રોમાં છવાયો આનંદ.
2.આસામમાં પુરની સ્થિતિમાં આવ્યો સુધારો-બિહારમાં નદીઓના જળસ્તરમાં પણ ઘટાડો-મુંબઈમાં ભારે વરસાદ-મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા પાણી-હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં તેજ પવન સાથે વરસાદની કરી આગાહી.
3.જનસંઘના સંસ્થાપક, ચિંતક અને શિક્ષણવિદ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજંયતિ-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની એક્તા અને વિકાસમાં યોગદાન માટે ડૉક્ટર મુખર્જીના યોગદાનને કર્યું નમન.
4.રાજ્યમાં કોરોનાને કેર યથાવત-ગઈકાલે નોંધાયેલા 725 કેસ બાદ આજે સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યા નવા 5 કેસ-મોરબીમાં પણ નોંધાયા નવા 2 કેસ-તો વધતા કેસને લઈ રાજકોટ જિલ્લામાં પાનના ગલ્લા અને ચાની હોટલો સદંતર બંધ-અન્ય દુકાનો સવારે સાતથી સાંજના 4 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લી-જિલ્લા કલેક્ટર બહાર પાડ્યું જાહેરનામું.
5.દેશમાં કોરોનાનો રિકવરી રેટ લગભગ 61 ટકા-4 લાખ 24 હજાર 432 લોકો થયા સ્વસ્થ-સક્રિય સંક્રમિત કેસની સંખ્યા 2 લાખ 53 હજાર 287-19 હજાર 693 લોકોના અત્યાર સુધી મોત.
6.વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડ 14 લાખ-61 લાખથી વધારે લોકો થયા સ્વસ્થ-જ્યારે 5 લાખ 33 હજારથી વધારે લોકોના મોત-અમેરિકામાં સૌથી વધારે 28 લાખ 80 હજાર લોકો સંક્રમિત.
7.વંદે ભારત મિશન અંતર્ગત લોકોને પરત લાવવા માટે અમેરિકા અને ભારતની વચ્ચે એર ઈન્ડિયા ચલાવશે 36 ફ્લાઈટ-11થી 19 જુલાઈની વચ્ચે ઉડનારી ફ્લાઈટ માટે આજથી શરૂ થશે બુકિંગ.
8.કોરોના કાળમાં આજથી દેશભરમાં ખુલશે ઐતિહાસિક સ્મારક-જો કે કોરોના સંક્રમણને કારણે તાજમહેલના નહીં ખુલે દ્વાર-આગ્રાનો કિલ્લો પણ રહેશે બંધ