New Traffic Rules Motor Vehicle Act 2019 આવતીકાલથી દેશભરમાં લાગુ | Gujarat
15-09-2019 | 8:12 pm
Share Now કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો છે. જેની અમલવારી આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. જો કે આ મામલે ગુજરાત સરકારે મહત્વની રાહત આપી હતી. જેની માહિતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી. રાજ્ય સરકારે આ મામલે 50 કલમોમાં ફેરફાર કરી. દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વધુમાં જણાવ્યું હતું કે કાયદો બધા માટે સમાન છે. સરકારને કેસ કરવામાં રસ નથી. આ સાથે રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે, તમામ જરૂરી દસ્તાવેજો ઈ પ્લેટફોર્મ પર માન્ય રહેશે અને આ અંગે સંલગ્ન અધિકારી સુચના પણ આપી દેવામાં આવી છે. આવતીકાલથી નવા ટ્રાફિક નિયમોની અમલવારી શરૂ થાય છે.
ટ્રાફીક નિયમના ઉલ્લંધન પર રાજ્ય સરકારે નક્કી કરેલી દંડની રકમ ભરવી પડેશે જેમાં લાઇસન્સ, વીમો, PUC ન હોય તો પ્રથમ વખત રૂપિયા 500 અને બીજી વખત રૂપિયા 1500નો દંડ થશે. અડચણ રૂપે પાર્કિંગ અને કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર પ્રથમ વખત રૂપિયા 500 અને બીજી વખત રૂપિયા 1500નો દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન હોય ત્યારે પ્રથમ વખત રૂપિયા 1000 અને ટુ વ્હિલર પર ત્રણ સવારી હોય તો રૂપિયા 1000નો દંડ થશે.
રોંગ સાઈડ વાહન ચલાવનારને પ્રથમ વખત રૂપિયા 5000 અને બીજી વખત રૂપિયા 10,000નો દંડ થશે. ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર બાઈક સ્કૂટર અને ટ્રેકટર પર રૂપિયા 1500, અને કાર માટે રૂપિયા 2000 અને ટ્રક જેવા ભારે વાહનો માટે રૂપિયા 4000 દંડ રહેશે. ડ્રાઇવિંગ લાયસન્સ વગર બાઈક ચલાવનારને રૂપિયા 2000 જ્યારે રીક્ષા, કાર તથા ભારે વાહનો માટે રૂપિયા 3000 દંડ, તો રજિસ્ટ્રેશન વગર બાઈક માટે રૂપિયા 1000, રીક્ષા 2000, કાર 3000 અન્ય માટે રૂપિયા 5000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે.
ફિટનેસ સર્ટી વગર રીક્ષા માટે રૂપિયા 500, જ્યારે ફોર વ્હીલર અન્ય ભારે વાહનો રૂપિયા 5000 તેમજ થર્ડ પાર્ટી માટે વીમા વગર 2000નો દંડ રહેશે. અવાજનું પ્રદુષણ અને ભારે હોન માટે રૂપિયા 1000 દંડ તેમજ જાહેર જગ્યાએ રેસ કરવા બદલ રૂપિયા 5000નો દંડ વસુલ કરવામાં આવશે. જ્યારે એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગના વાહનોને સાઈડ ન આપવા બદલ રૂપિયા 1000 દંડ આવતીકાલથી નવા સુધારા મુજબ ચાલકને નિયમો લાગુ પડશે.