મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું , કે પ્રાચીન કાળથી લઇને આજના દિવસે પણ , ભારતીય મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. સંરક્ષણ ક્ષેત્રથી લઇને ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે , એ ઘટનાને પ્રધાનમંત્રીએ સીમા ચિન્હરૂપ ગણાવી. આજની મહિલાઓ રૂઢીવાદી પરંપરાઓ તોડીને , પોતાનો માર્ગ મોકળો કરવા સક્ષમ હોવાનું જણાવે છે પીએમ મોદી. પ્રધાનમંત્રી મોદીએ એનસીસી રેલીમાં કેડેટસને કહ્યું , કે તેઓ 2022 સુધીમાં , ન્યૂ ઇન્ડિયા બનાવવાનો સંકલ્પ કરે - એનસીસી કેડેટ્સને કરાયા સન્માનિત. ભારત પોલીયો મુક્ત હોવા છતાં , સાવચેતીના પગલા તરીકે દર વર્ષે ચાલતું પોલીયો અભિયાન - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં નાના ભૂલકાંઓને , પોલીયોની રસીના બે ટીપાં પીવડાવીને , પોલીયો અભિયાનની કરી શરૂઆત. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજયના કેટલાંક ભાગોમાં ઠંડીમાં થયેલો વધારો - રાજયમાં સૌથી ઓછું તાપમાન , 9.5 ડીગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં નોંધાયું .