News Focus at 8.30 PM I 29-01-18
30-01-2018 | 11:49 am
Share Now 1. નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં રજૂ કર્યું આર્થિક સર્વેક્ષણ- આગામી સમયમાં રોજગારી, શિક્ષણ અને કૃષિ પર વિશેષ ધ્યાન.
2. લોકસભામાં આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2018-19 માં 7 થી 7.5 ટકા આર્થિક વિકાસ દર રહેવાનો અંદાજ- 2017-18 માં 6.75 ટકાનો અંદાજ.
3. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધિત કરી- બજેટ સત્રની થયેલી શરૂઆત- ચૂંટણીઓ એકસાથે થાય તેવી હિમાયત કરી - સરકાર 2022 સુધીમાં શ્રમિકોનાલઘુત્તમ વેતનમાં 40 ટકાથી વધુનો વધારો કરશે.
4. આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આર્થિક ગતિવિધિઓ સુધરવાના સંકેત આપ્યા- સાથે જણાવ્યું કે, નોટબંધી અને જીએસટી પછી 18 લાખ જેટલા નવા ટેક્સ પેયરનો થયો ઉમેરો.
5. સંસદનું બજેટસત્ર શરૂ થતા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દરેક પક્ષોને સકારાત્મક ચર્ચા માટે અનુરોધ કર્યો - ત્રિપલ તલાક વિધેયક સંસદમાં પસાર થાય તે માટે તમામ પક્ષોને કરી અપીલ.
6. ગણતંત્ર દિવસના સમારોહનું સમાપન- દિલ્હીના વિજ્ય ચોક પર બીટીંગ ધ રિટ્રીટ સમારોહ- રામનાથ કોવિંદ બન્યા મુખ્ય અતિથિ.
7. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે રામસિંહ પરમારની વરણી તો ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ભરવાડની સર્વાનુમતે થઈ વરણી.
8. ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી જાહેરનામાના ભંગ બદલ નોંધાયેલ ફરિયાદના કેસમાં અમરેલીની ચીફ કોર્ટમાં રહ્યા હાજર..
9. IPL માં વધુ કિંમતે પસંદ કરાયેલા પોરબંદરના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ ગણાવતા મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી.