News Focus Live @ 8.30 PM | 5-11-2019
Live TV
News Focus Live @ 8.30 PM | 5-11-2019
05-11-2019 | 8:30 pm
1..''મહા'' ચક્રવાતનું જોર ઘટ્યું - 7 મીની સવારે ગુજરાતનાં દીવ કાંઠે ટકરાવાની સંભાવના- આવતીકાલે સવારથી 40-50 કિમી પ્રતિ કલાકની ગતિથી ગુજરાત દરિયાકાંઠે અને અરબી સમુદ્રકાંઠે પવન ફૂંકાવા સંભવ-છઠ્ઠી અને સાતમી નવેમ્બરે અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી-માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
2. મહા વાવાઝોડાના પગલે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાંપતાં પગલાં.નેશનલ કૉસ્ટલ હાઇવે પર કામ કરતા 120 મજૂરોને કરાયા સ્થળાંતરિત.જિલ્લાનાં 31 ગામો અને શહેરના 5000 લોકોને કરાશે સ્થળાંતરિત.
3.સંભવિત કુદરતી આપત્તિ મહા વાવાઝોડા માટે સરકાર ગંભીર.પૂર્વ સાવચેતીરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી - NDRF, SDRF, મેડિકલની ટીમો-દવાઓ અને મેડિકલ સ્ટાફ ખડે પગે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ ભારતમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિની કરી સમીક્ષા.
4.કચ્છની મુલાકાતે આવેલા મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જિલ્લાના અધિકારીઓ સાથે નર્મદા કચ્છ બ્રાંચ કેનાલ, ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ, સહિતનાં વિકાસ કામોની યોજી સમીક્ષાબેઠક.કહ્યું, ગતિશીલ સરકારની કાર્યપદ્ધતિને સાકાર કરવા વિકાસ કામોમાં કેળવવી પડશે ઝડપની માનસિકતા.
5.આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું સાકાર.ગુજરાત સરકારના ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયક- ગુજસીટોકને મળી રાષ્ટ્રપતિની મંજૂરી-ગુના માટે કડક સજાની જોગવાઈ-ગુનાખોરી ડામવા પોલીસ અધિકારીઓને મળશે વધુ સત્તા.
6. પાંચમા ભારત-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનું વિડિયો પરિષદ દ્વારા ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-દેશમાં આજે વૈજ્ઞાનિક મિજાજ અલગ સ્તર પર હોવા બાબતે વ્યક્ત કર્યો આનંદ-કહ્યું, વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી, માત્ર પ્રયાસો, પ્રયોગ અને સફળતા જ હોય છે
7.ભારતે ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારીમાં સામેલ નહીં થવાનો લીધો નિર્ણય- બેંગકોકમાં RCEPની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કરારમાં નથી જોવા મળતી મૂળ સિદ્ધાંતોની ઝલક-કરારના પરિણામ નથી ઉચિત અને સંતુલિત.
8.ભારતના RCEPમાં સામેલ નહીં થવાના નિર્ણયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું સ્વાગત-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મજબૂત નેતૃત્વ બતાવે છે આ નિર્ણય- હવે ભારત પહેલાની કોંગ્રેસ સરકારની માફક વૈશ્વિક દબાણની સામે નહીં ઝૂકે.