PM To Address United Nations General Assembly | Evening News Live @ 7.00 PM | Date: 27-09-2019
Live TV
PM To Address United Nations General Assembly | Evening News Live @ 7.00 PM | Date: 27-09-2019
27-09-2019 | 6:58 pm
1.રાજ્યના બંદરગાહોના રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકર્ષક નીતિ કરી જાહેર - રાજ્યનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ઉત્તર અને માધ્ય ભારતની તમામ આયાત-નિકાસનું બનશે પ્રવેશદ્વાર - માળખાગત સુવિધાઓમાં રૂપિયા 4 હજાર કરોડથી વધુની રોકાણ બનશે શક્ય - તો, 25 હજારથી વધુ રોજગારીની તકોનું પણ થશે નિર્માણ
2.રાજ્યમાં ઓટોમેટિક વેધર સ્ટેશન-ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર કાર્યરત કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની મંજૂરી - 82 નવા ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવશે જયારે 50 પ્રવર્તમાન સ્ટેશન કરશે અપગ્રેડેશન - રાજ્યોની નદીઓ તેમજ મોટા જળાશયોના પાણીના સ્તરની જાણકારી રિયલ ટાઈમે તમામ નાગરિકોને મળશે
3.રાજ્યમાં હજુ ચોમાસાની જમાવટ યથાવત - રાજ્યનો સરેરાશ વરસાદ 129.43 ટકા નોંધાયો - જામનગરના જોડીયામાં બે કલાકમાં વર્ષ્યો સાડા ત્રણ ઇંચ વરસાદ - જોડિયાના ઉંડ ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા - કચ્છમાં સૌથી વધુ 148.10 ટકા નોંધાયો વરસાદ - પાણીથી સર્જાયા જળબંબાકારના દ્રશ્યો - રાજ્યમાં હજી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4.રાજ્યમાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના વધતા ભાવ અંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આપી પ્રતિક્રિયા - કહ્યું સરકાર સ્ટોક અંગે તપાસ કરી આ અંગે કરશે દરમિયાનગીરી - તો, મગફળી મામલે કહ્યું - ખેડૂતોના હિત માટે સરકાર ટેકાના ભાવે મગફળીની 1 ઓક્ટોબરથી કરશે ખરીદી
5.સુરતના દિવ્યાંગ બુરહાનુદ્દીને, ટેબલ ટેનિસ સ્પર્ધામાં મેડલ જીતીને વધાર્યું દેશનું ગૌરવ-રશિયામાં આયોજિત એશિયન પેસિફિક યુથ ગેમ્સમાં જીત્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ-હિપ ડિસલોકેશનની બિમારીથી પિડાતા 14 વર્ષના બુરહાનુદ્દીને ,સખત મહેનત અને પરિશ્રમથી ,સ્ટેટ લેવલના 12 અને 2 ઈન્ટરનેશનલ મેડલ કર્યા છે ,અંકિત.
6.આજે વિશ્વ પર્યટન દિવસની રાજ્ય સહીત દેશભરમાં ઉજવણી - ભારત સરકારે પહેલી વાર, વિશ્વ પર્યટન દિવસનું કર્યું ,અધિકૃત આયોજન -અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યો ,બેસ્ટ સિવિક મેનેજમેન્ટ ઓફ ટુરિસ્ટ ડેસ્ટિનેશનનો ,એવોર્ડ - ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકૈંયા નાયડુએ ,આંધપ્રદેશને પર્યટન ક્ષેત્રમાં ,સર્વાંગી વિકાસ બદલ આપ્યો ,સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર - તો, ગોઆ અને મધ્યપ્રદેશને સાહસિક પર્યટન વર્ગમાં, સંયુક્ત વિજેતા કરાયા ,જાહેર
7.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને ,કરશે સંબોધિત - પ્રધાનમંત્રી આતંકવાદ, જળવાયુ પરિવર્તન સહિત ,મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓનો ,કરશે ઉલ્લેખ
8.રમત ગમત ક્ષેત્રે ભારતનો વાગ્યો ડંકો - સૈફ અંડર 18 ફૂટબોલ મેચમાં ભારત સેમિફાઇનલમાં માલદિવને 4-0 થી હરાવી પહોંચ્યું ફાઇનલમાં - ફાઇનલમાં ભારત સામે ટકરાશે બાંગ્લાદેશ - હોકીમાં ભારતે બેલ્ઝેયમને આપી માત-મનદીપસિંઘ અને આકાશદીપના ગોલની મદદથી વિશ્વમાં નંબર બે બેલ્ઝેયમને 2-0થી હરાવ્યું