PM To Address United Nations General Assembly | Samachar Live @ 04.00 PM | 27-09-2019
27-09-2019 | 6:20 pm
Share Now 1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને કરશે સંબોધિત - પ્રધાનમંત્રી આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને સરકારની સંબંધી મુદ્દાઓ સહિતના મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓનો કરશે ઉલ્લેખ
2.અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે મુલાકાત-સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘની બેઠકથી અલગ કરી દ્વીપક્ષિય વાતચીત-ભારત અને ઈરાન વચ્ચે થયો અનેક મુદ્દે પરસ્પર વાર્તાલાપ.
3.આજે વિશ્વ પર્યટન દિવસની દેશભરમાં ઉજવણી - ભારત સરકારે પહેલી વાર વિશ્વ પર્યટન દિવસનું કર્યું અધિકૃત આયોજન -અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યો બેસ્ટ સિવિક મેનેજમેન્ટ ઓફ ટુરિસ્ટ ડેસ્ટિનેશનનો એવોર્ડ - ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકૈંયા નાયડુએ આંધપ્રદેશને પર્યટન ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ બદલ આપ્યો સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર - તો, ગોઆ અને મધ્યપ્રદેશને સાહસિક પર્યટન વર્ગમાં સંયુક્ત વિજેતા કરાયા જાહેર
4.અમદાવાદ સહીત રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જામ્યો મેહુલિયો - અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ 59 મીલીમીટર નોંધાયો વરસાદ - અમરેલી જિલ્લાનો રાયડી ડેમ તેમજ ભાવનગરનો કાલુભાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ - રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5.કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ મગફળી મામલે આપી પ્રતિક્રિયા - કહ્યું , ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે માટે મગફળીના ટેકાના ભાવે સરકાર કરી રહી છે ખરીદી - એક ઓક્ટોબરથી શરુ થશે રજીસ્ટ્રેશન - ડુંગળીના વધતા ભાવ અંગે રાદડિયાએ કહ્યું સરકાર સ્ટોક અંગે તપાસ કરી લેશે યોગ્ય નિર્ણય
6.સુરતના દિવ્યાંગ બુરહાનુદ્દીને ટેબલ ટેનિસ સ્પર્ધામાં મેડલ જીતીને વધાર્યું દેશનું ગૌરવ-રશિયામાં આયોજિત એશિયન પેસિફિક યુથ ગેમ્સમાં જીત્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ-હિપ ડિસલોકેશનની બિમારીથી પિડાતા 14 વર્ષના બુરહાનુદ્દીને સખત મહેનત અને પરિશ્રમથી સ્ટેલ લેવલના 12, 2 ઈન્ટરનેશનલ મેડલ કર્યા છે અંકિત.
7.સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેર બજાર રહ્યું સુસ્ત - સેન્સેક્સમાં દિવસભર રહ્યો ચઢાવ -ઉતારનો માહોલ - દિવસના અંતે સેન્સેક્સ 167 પોઇન્ટના ઘટાડા સાથે 38 હજાર 822 પર જયારે નિફટી 59 પોઇન્ટના ઘટાડા સાથે 11 હજાર 513 પટ રહ્યો ક્લોઝ - તો, ડોલર સામે રૂપિયો પણ રહ્યો નિરસ
8.હોકીમાં ભારતે બેલ્ઝિયમને આપી માત-મનદીપસિંઘ અને આકાશદીપના ગોલની મદદથી વિશ્વમાં નંબર બે બેલ્ઝિયમને 2-0થી હરાવ્યું-સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ.